Categories: India News

પત્નીને આંધળો પ્રેમ કર્યો છે અને મૃત્યુ બાદ પણ કરતો રહીશ

મુંબઇ: મુંબઇના મહાલક્ષ્મીમાં રહેતા એક ગુજરાતી યુવકે લાઇવ વીડિયો ઉતારીને ગળાફાંસો ખાધો છે. મહાલક્ષ્મીના તુલસીવાડીના ટ્ર‌ાન્ઝિટ કેમ્પમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા ૩૧ વર્ષીય મયૂર ગોહીલે તેના બિલ્ડિંગ રહેતા બે લોકોએ તેની પત્નીને ગેરમાર્ગે દોરીને જીવવાનું હરામ કરી નાખ્યું હોવાનો આક્ષેપ કરતા ચાર વીડિયો આત્મહત્યા કરતાં પહેલાં ઉતાર્યા હતા.

મયૂરની આત્મહત્યા બાદ તેની માતા શાંતા મારુ રડી રડીને બેહાલ બની ગયાં છે. તેમણે યુવાન દીકરાની હત્યા માટે જવાબદાર લોકોને જેલના સળિયા પાછળ ધકેલવાની માગ કરી છે. પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઇની ધરપકડ થઇ નથી.

મયૂરની આત્મહત્યાનો લાઇવ વીડિયો છે. પત્ની સાથે ઝઘડો થયા બાદ ૧૮ એપ્રિલે મયૂરે ઝેેર પીધું અને તેની પત્ની પણ દવા ખાઇ ગઇ. બંનેની સારવાર નાયર હોસ્પિટલમાં કરાવાઇ હતી. ત્યાર બાદ પત્ની તેના પિયર ચાલી ગઇ. મયૂરની માતાનું કહેવું છે કે ત્યાર બાદ હું મારા દીકરાને લઇને તેની પત્નીને પાછી લાવવા તેના પિયરે ગઇ, પરંતુ વાત આગળ ન વધી શકતાં હું મયૂરને લઇને મારા ઘરે નાલાસોપારા આવી. મારી દીકરીને તેણે મોબાઇલમાંથી બે ઓડિયો આપ્યા હતા. જેમાં એકમાં મયૂરની પત્ની તેના પુરુષ મિત્ર સાથે ગોવા ફરવા જવાની તૈયારી કરતી હતી.

શુક્રવારે મયૂર સવારે ૪-૩૦ વાગ્યાની ટ્રેનમાં બોમ્બે સેન્ટ્રલ ઊતરીને તેના ઘરે ગયો. તેણે માતાને સાંત્વના આપી કે તે સાંજ સુધીમાં બધું ઠીક કરી દેશે. સવારે ૯થી ૧૧ વાગ્યા વચ્ચે જે કંઇ બન્યું તેનું તેણે વીડિયો રેકોર્ડિંગ ઉતાર્યું છે. દીકરાની ડેડ બોડી લઇ જતી વખતે પોલીસ બંને મોબાઇલ સાથે લઇ ગઇ.

વીડિયોમાં મયૂરે કહ્યું છે કે બિલ્ડિંગમાં રહેતા બે વ્યકિતઓએ મારું જીવવાનું હરામ કરી દીધું છે. જેથી કંટાળીને હું આ અંતિમ પગલું ભરી રહ્યો છું. મારી પત્ની શરૂઆતમાં મને ખૂબ જ પ્રેમ કરતી હતી અને મારું ખૂબ જ ધ્યાન રાખતી હતી, પરંતુ ધીમે ધીમે વાત વણસતી ગઇ. અમારા બિલ્ડિંગમાં રહેતા બે વ્યકિતએ મારી પત્નીને ગેરમાર્ગે દોરી છે.

તેણે મારી પત્ની સાથે ગોવા જવાની વાત કરતો ઓડિયો પણ મેં સાંભળ્યો હતો. જોકે મેં મારી પત્નીને માફ કરી દીધી છે. કેમકે હું તેને આંધળો પ્રેમ કરું છું અને મને તેના પર વિશ્વાસ છે. જોકે પોલીસને હું એટલું કહેવા માગું છું કે મારી પત્નીને બહેકાવનાર લોકોને છોડતા નહીં.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago