Categories: India

હૈદરાબાદમાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિઃ ત્રણનાં મોત, જનજીવન ઠપ

હૈદરાબાદ: હૈદરાબાદમાં સોમવારે સાંજે શરૂ થયેલ મુશળધાર વરસાદ હજુ પણ ચાલુ છે અને મોટાભાગના વિસ્તારો જળબંબોળ બની જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે અને શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મોટી સંખ્યામાં લોકોનાં ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયાં છે. વરસાદને કારણે થયેલા જુદા જુદા અકસ્માતોમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ચાર મહિનાનું એક બાળક અને તેના પિતાનો પણ સમાવેશ થાય છે. વીજળી પડવાથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર એક દીવાલ પડતાં ચાર મહિનાના એક બાળક અને તેના પિતાનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે એક અન્ય શખ્સને વીજળીનો કરંટ લાગતાં મોત થયું હતું. શેકપેટ મંડલના રિવ્યૂ અધિકારી એસ. રામુલના જણાવ્યા પ્રમાણે એક કમ્પાઉન્ડની દીવાલ તેના કાટમાળ સાથે એક ઝૂંપડી પર પડતાં ઝૂંપડીમાં રહેતા ચાર મહિનાના એક બાળક અને તેના પિતા મોતને ભેટ્યાં હતાં. બંનેના કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ થયાં હતાં.

અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ થતાં રાહત ઓપરેશન તાત્કાલિક હાથ ધરીને બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મૃતકનાં પત્ની અને તેમની પુત્રીનો બચાવ થયો હતો. એક બીજી ઘટનામાં એક વ્યક્તિ હુસેનીયઆલમ વિસ્તારમાં ચા પીવા ગઈ હતી ત્યારે જોરદાર વરસાદને કારણે તે એક ગાડીની નજીક પહોંચી ત્યારે કરંટ લાગવાથી તેનું મોત થયું હતું. આ ગાડી વીજળીના થાંભલા પાસે ઊભી હતી અને તેમાંથી કરંટ પસાર થઈ રહ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૬૭.૬ મી.મી.થી વધુ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ભારે વરસાદના કારણે બાર કલાકથી વધુ સમય સુધી લોકો પોતાનાં કાર્યાલયો અને રેલવે સ્ટેશન પર ફસાઈ ગયા છે. ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

તેલંગણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે નગર નિગમના પ્રમુખ અને શહેર પોલીસના વડા સાથે વાતચીત કરી હતી. તેમણે અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી. તોફાની મોસમને જોતાં ઓસ્માનિયા યુનિવર્સિટીએ બીજો સરકારી આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે મંગળવારે યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે અને સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષાનું નવું ટાઈમ ટેબલ જારી કરવામાં આવશે.

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

19 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

19 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

19 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

19 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

19 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

19 hours ago