HD ડિસ્પ્લે અને 13MP કેમેરા સાથે લોન્ચ થયો Honor 5C

નવી દિલ્હી: અફવાઓ બાદ અંતે ચીનની દિગ્ગજ ટેક કંપની Huawei એ Honor 5C લોન્ચ કર્યો છે. તેના 3G મોડલની કિંમત 899 યુઆર (લગભગ 9,000 રૂપિયા) છે, જ્યારે તેના 4G વેરિએન્ટ 999 યુઆન (લગભગ 10,250 રૂપિયા) છે.

આ સ્માર્ટફોન બીજા Honor ના સ્ટાડર્ડ સ્માર્ટફોનની માફક જ મેટલની જ છે અને તેમાં ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ 5.2 ઇંચ એચડી સ્ક્રીનવાળા ડિવાઇસમાં 2GB રેમ અને 1.7GHz HiSilicon Kirin 650 ઓક્ટાકોર પ્રોસેસરની સાથે 16GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 128GB સુધી કરી શકાય છે.

આ સ્માર્ટફોનમાં બે સિમ કાર્ડ લગાવી શકાય છે અને આ 4G LTE સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે તેમાં f/2.0 અપર્ચર અને એલઇડી ફ્લેશની સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં f/2.0 અપર્ચરવાળો 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

તેની બેટરી 3,000mAhની છે અને તેમાં એન્ડ્રોઇડ 6.0 માર્શમૈલો પર બનેલ Emotion UI 4.1 ઓએસ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે તેમાં પણ બીજા સ્ટાડર્ડ સ્માર્ટફોનવાળા ફિચર્સ જેવા બ્લ્યૂટૂથ, વાઇફાઇ, જીપીઆરએસ, 3G, 4G માઇક્રો યૂએસબી સામેલ છે.

તાજેતરમાં તેનું વેચાણ ચીનમાં શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ તેને બીજા માર્કેટમાં લોન્ચ કરવાની જાહેરાત કરી નથી. પરંતુ આ ભારતમાં લોન્ચ થાય છે તો બજેટ સ્માર્ટફોનના બજારમાં કબજો જમાવી શકે છે.

You might also like