અમેરિકામાં ભયાનક ચક્રવાત ‘ફલોરેન્સ’નો ખતરોઃ ૧૦ લાખ લોકોને સલામત સ્થળે ખસી જવા આદેશ

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વીય તટ પર પશ્ચિમ એટલાન્ટિક મહાસાગરમાં કેન્દ્રીત થયેેલ ઉષ્ણકટીયબંધીય ચક્રવાત ફલોરેન્સ ભયાનક હરિકેનમાં પરિવર્તિત થઇને પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હોવાથી અમેરિકામાં સાઉથ કેરોલિના સરકારે ૧૦ લાખથી વધુ લોકોને સુર‌િક્ષત સ્થળે સ્થળાંતરિત થઇ જવા આદેશ કર્યો છે અને અમેરિકા પર આ ભયાનક હરિકેન ફલોરેન્સ ત્રાટકવા અંગે એલર્ટ જારી કર્યું છે.

અમેરિકાના જે વિસ્તારોને ફલોરેન્સને કારણે ખતરો છે તેમાં ન્યૂજર્સી, ડેલવારે, વર્જિનિયા, નોર્થ કેલિફોર્નિયા, સાઉથ કેલિફોર્નિયા, જ્યોર્જિયા અને ફલોરિડાનો સમાવેશ થાય છે.

આ તોફાનને લઇને કલાકના રર૦ કિ.મી.ની ઝડપે ભયાનક પવન ફૂંકાઇ શકે છે. નોર્થ કેરોલીનાના જાણીતા પ્રવાસન આઉટર બેન્કસ સહિત કેટલાય વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. સાઉથ કેરોલિનાના ગવર્નર હેનરી મેકમાસ્ટરના જણાવ્યા અનુસાર ફલોરેન્સ એક ભયાનક ચક્રવાત છે.

આથી આ બાબતે કોઇ ચાન્સ લઇ શકાય નહીં. તટિય વિસ્તારોમાં વસતા લોકોએ પોતાના ઘર ખાલી કરવાનું ફરજિયાત છે વૈકલ્પિક નથી.

એટલું જ નહીં ચક્રવાત ફલોરેન્સને કેટેગરી-૪નું તોફાન ગણાવવામાં આવી રહ્યું છે. જે વીતેલા દાયકાનું સૌથી તેજ હરિકેન બની શકે છે. ફલોરેન્સનેે લઇને ભારે વરસાદ અને પ્રચંડ પૂરની આગાહી કરવામાં આવી છે. વર્જિનિયામાં કટોકટી જાહેર કરવામાં આવી છે. નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર હરિકેન ફલોરેન્સ મંગળ અને બુધવારે બરમુુડા અને બહામાસ પરથી પસાર થશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે ફલોરેન્સ ભયાનક રીતે ખતરનાક સાબિત થઇ શકે છે. અધિકારીઓની જવાબદારી છે કે હરિકેનના રસ્તામાં આવતા તમામ વિસ્તારોમાંથી લોકોને સુર‌િક્ષત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવે.

નોર્થ અને સાઉથ કેરોલિના સહિત સમગ્ર પૂર્વીય તટ પર વસતા લોકોને આ તોફાનનો ખતરો છે. સુરક્ષાના તમામ ઉપાયો જરૂરી છે. ટ્રમ્પે તોફાનને લઇને મિસીસીપીમાં યોજાનારી રેલી રદ કરી છે.

હાલ આ ચક્રવાતી તોફાનને કારણે કલાકના ૭પ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયું છે. આ તોફાન એટલાન્ટિક મહાસાગરમાં ૭પ૦ માઇલની સફર કરીને બર્મુડા ટ્રાયંગલના દ‌િક્ષણ-પૂર્વથી પસાર થઇ રહ્યું છે.

મોનિટરિંગ સેન્ટર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કેે હરિકેન ફલોરેન્સ આ અઠવાડિયાના અંત સુધીમાં દ‌િક્ષણ કેલિફોર્નિયાથી સેન્ટ્રલ એટલાન્ટિક ‌સુધીના વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે.

divyesh

Recent Posts

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

37 mins ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

1 hour ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

2 hours ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

2 hours ago

ISI પ્લાન બનાવે છે, આતંકવાદી સંગઠન અંજામ આપે છેઃ એજન્સીઓનો રિપોર્ટ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓનાં અપહરણ બાદ તેમની હત્યા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ખતરનાક યોજનાનો ભાગ છે. સરકારને સુરક્ષા એજન્સીઓ…

2 hours ago

વિશ્વ ફરી એક વખત આર્થિક મંદીના આરે

નવી દિલ્હી: લેહમેન બ્રધર્સ નાદાર થયા બાદ ૧૦ વર્ષ પછી ફરી એક વખત વૈશ્વિક આર્થિક મંદીના સંકટની આશંકા વધી રહી…

2 hours ago