હુમા હવે રજનીકાંત સાથે જોવા મળશે

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી શોર્ટ ફિલ્મો કર્યા બાદ પહેલી વાર અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ અોફ વાસેપુર પાર્ટ-૨’થી ચર્ચામાં અાવી હતી. અાટલા દિવસથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય થયા બાદ તે હવે કઈ રાહ અપનાવવા ઇચ્છે છે.

અા અંગે વાત કરતાં તે કહે છે કે અહીં અાટલા સમયથી કામ કર્યા છતાં અાજે મને લાગે છે કે હું બોલિવૂડને યોગ્ય રીતે જાણી શકી નથી અને તેને જાણવાના બહુ લાભ પણ નથી. ક્યારેક મને એ પણ ખ્યાલ અાવતો નથી કે હું મારી કરિયરને કઈ દિશામાં લઈ જા‍ઉં. કઈ ફિલ્મ કરું. અા કારણે મને અાવી મુશ્કેલ પરિસ્થિતિમાં એક અનુભવી વ્યક્તિની જરૂર પડે છે, જે તમને તમારી યોજનામાં મદદ કરી શકે છે. ઇન્ડસ્ટ્રીના લોકોને એ જ લાભ મળે છે.

હુમા કુરેશીના પ્રેમ પ્રકરણની વાતો ઘણીવાર સાંભળવા મળે છે, જોકે અા બધી બાબતોને તે અફવા ગણાવે છે. તે કહે છે કે હું અાવી બધી બાબતો પર ધ્યાન અાપતી નથી. શરૂઅાતમાં મારું નામ નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે પણ જોડવામાં અાવ્યું હતું. મેં તેમની ફિલ્મથી મારી કાર‌િકર્દી શરૂ કરી હતી. સાચું કહું તો હું મારા પ્રેમ પ્રસંગો સાથે જોડાયેલી અફવાઅો અંગે વિચારતી પણ નથી.

મારો પરિવાર પણ જાણે છે કે હું કેવા ટાઈપની છોકરી છું. અા ખબરોથી મારી જાતને પરેશાન થવા દેતી નથી. મારો પરિવાર પણ અાવી અફવાઅો માનતો નથી. હું હંમેશાં માનું છું કે કોઈ પણ કલાકારની સાથે પ્રેમ પ્રસંગોના બદલે પ્રશંસકો સાથેનો તમારો સંબંધ વધુ મહત્ત્વપૂર્ણ હોય છે.

હાલમાં હુમા તામિલ ફિલ્મ ‘કાલા’નું શૂટિંગ પૂરું કરી ચૂકી છે. અા ઉપરાંત એક શોર્ટ ફિલ્મ કરી રહી છે, જ્યારે ‘ધૂમકેતુ’ અને ‘પ્રાઈઝ લેઝ’નું શૂટિંગ પણ ઝડપથી ચાલી રહ્યું છે. અા ફિલ્મો અા જ વર્ષે રિલીઝ થશે.

You might also like