ફેસ અનલોક ફીચર સાથે લોન્ચ થયો Huawei Honor 7C, બંને કેમેરામાં પોર્ટ્રેટ મોડ

0 45

Huaweiનાં બ્રાન્ડ Honorએ સોમવારે સ્થાનિક બજાર ચાઇનામાં પોતાનો નવો સ્માર્ટફોન Honor 7C લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસિયત વિશે જો વાત કરીએ તો તેમાં HD + ડિસ્પ્લે મળશે. જેમાં આસ્પેક્ટ રેશિયો 18:9 છે. આ ફોનમાં ફેસ અનલોક, ફિંગરપ્રિન્ટ સેન્સર અને રીઅર તેમજ ફ્રન્ટ કેમેરા સાથે પોટ્રેટ મોડ પણ હશે. જો કે, આ ફોનની ભારતમાં લોન્ચિંગ વિશેની કોઈ જ માહિતી નથી.

Huawei Honor 7Cની કિંમત અને સ્પેશિફિકેશનઃ
આ ફોનમાં ડ્યુઅલ સિમ, એન્ડ્રોઇડ ઓરિઓ 8.0, સાથે HD + ડિસ્પ્લે જે 5.99 ઇંચની હશે અને ડિસ્પ્લે પર 2.5D વક્ર ગ્લાસ પ્રોટેક્શન પણ હશે. ક્વોલકોમ ઓક્કટાકોર સ્નેપડ્રેગન 450 પ્રોસેસર છે.

આ ફોનમાં 3 GB રેમ-32 GB સ્ટોરેજ અને 4 GB રેમ સાથે 64 GB સ્ટોરેજ વેરિયંટમાં મળશે. ફોનનાં કેમેરા વિશે વાત કરીએ તો તેમાં રિયર પૈનલ પર ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે જેમાં 13 મેગાપિક્સલનાં કેમેરા છે ત્યારે ફ્રન્ટ પૈનલ પર 8 મેગાપિક્સલનો કેમેરો છે. તેની બેટરી 3000mAh છે.

તેમજ કનેક્ટિવિટી માટે 4G LTE, 3G, 3.5mmનાં હેડફોન જેક સાથે બ્લૂટૂથ 4.2, Wi-Fi 802.11 b/g/n, માઇક્રો-USB, અને FM રેડિયો પણ આવેલ છે. આ ફોનની 3GB રેમ અને 32GB સ્ટોરેજની કિંમત ચીનમાં CNY 899 છે એટલે કે અંદાજે 9,200 રૂપિયા અને 4GB રેમ અને 64GB સ્ટોરેજ વાળા વેરિયંટની કિંમત CNY 1,299 એટલે કે અંદાજે 13,400 રૂપિયા હશે. આ ફોન રેડ, બ્લેક, અને બ્લુ કલર એમ ત્રણ વેરિયંટમાં જોવા મળશે.

loading...

Leave A Reply

Your email address will not be published.