Huawei Honor 10 લોન્ચ, ફ્લિપકાર્ટ પર મળી રહી છે શાનદાર ઑફર્સ

Huawei ની સબ-બ્રાન્ડ Honor તાજેતરમાં લંડનમાં આયોજિત એક ઇવેન્ટમાં પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. Honor 10 ને ભારતમાં બુધવારથી એક્સક્લૂસિવ રીતે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. એઆઇ ફિચર્સ લેસ Honor 10 સ્માર્ટફોનમાં લેટેસ્ટ ઑક્ટો-કૉર કિરિન 970 પ્રોસેસર, 6GB રેમ અને 128GB સ્ટોરેજ જેવી સુવિધાઓ મળશે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.1 ઑરિયા આધારિત કસ્ટમ EMUI 8.1 પર ચાલે છે.

Honor 10ની ભારતમાં કિંમત અને લોન્ચ ઑફર્સ:

ભારતમાં Honor 10ના 6GB RAM અને 128GB સ્ટોરેજની કિંમત 32,999 રૂપિયા છે. Honor 10 બુધવાર, એટલે કે 16 મેથી એક્સક્લૂસિવ રીતે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. આ સ્માર્ટફોન મિડનાઇટ બ્લેક અને ફેન્ટમ બ્લૂ કલરમાં મળશે.

સ્માર્ટફોનની લોન્ચિંગ ઑફર્સની જો વાત કરવામાં આવે તો સિલેક્ટેડ ડિવાઇઝ અને Honor ડિવાઇઝ પર રેગ્યૂલર એક્સચેન્જ વેલ્યૂની સરખામણીમાં 5000 વધારે એક્ચચેન્જ ઑફર આપી રહી છે. આ સિવાય બજાજ ફિનઝર્ન કાર્ડ્સ પર નો કૉસ્ટ EMI ઑફર પણ મળી રહી છે, પરંતુ માત્ર બુધવારના દિવસ પૂરતો જ લાભ લઇ શકાશે. એક્સિસ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સાથે EMI ટ્રાન્જેકશન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જિયોની ઑફર હેઠળ, ગ્રાહકોને 1200 રૂપિયાનું કેશબેક , 100GB એડિશનલ ડેટા અને 3300 રૂપિયાના પાર્ટનર વાઉચર્સ મળશે.

કંપનીએ જાહેરાત કરી છે કે Honor 10 હાઇ Honor સ્ટોરની મદદથી ભારતમાં વેચવામાં આવશે, જ્યાં ગ્રાહકોને સ્માર્ટફોનની ખરીદી પર 500 રૂપિયાની કૂપન સિવાય મોબિક્વિકથી 2000 રૂપિયાનું કેશબેક પણ મળશે.

Honor 10ના સ્પેસિફિકેશન્સ:

Honor 10માં 5.84 ઇંચ ફૂલ HD+ (1080×2280) ફૂલવ્યૂ ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે. સ્માર્ટફોનમાં ઑક્ટા-કૉર હાર્ઇસિલિકૉન કિરિન 970 પ્રોસેસર અને 6GB RAM છે. Honor 10માં 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જોકે આ સ્માર્ટફોન માઇક્રો SD કાર્ડને સપોર્ટ નથી કરતો.

કેમેરા સેક્શનની જો વાત કરવામાં આવે તો 24 મેગાપિક્સલ અને 16 મેગાપિક્સલનો ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. કેમેરા અપર્ચર f/1.8, PDAF અને AI ફોટોગ્રાફીને સપોર્ટ કરે છે. કંપનીએ ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપને AI નામ આપ્યું છે. AI અને ડ્યૂઅલ કેમેરામાં 3D પોર્ટ્રેટ લાઇટિંગ અને HDR જેવા મોડ છે. સ્માર્ટફોનમાં 2 મેગાપિક્સલન સેન્સર છે, જે AI ફિચરની સાથે આવે છે અને 2D પોર્ટ્રેટ લાઇટિંગ મોડને સપોર્ટ કરે છે.

સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.1 ઑરિયો પર આધારિત EMUI 8.1 પર ચાલશે. ફોનને પાવર આપવા માટે 3400mAHની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLET, Wifi, બ્લૂટૂથ 4.2, GPS/AGPS, NFC, USB ટાઇપ C અને 3.5 mm ઑડિયો જેક છે. Honor 10માં એક્સીલેરોમીટર એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ડિજિટલ કમ્પાસ, ઝાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર છે. ફોનમાં અલ્ટ્રાસોનિક અંડર ગ્લાસ ફિંગરપ્રિન્ટ સેન્સર છે ,જેનું ડાઇમેન્શન 149.6×71.2×7.7 મિલીમિટર અને વજન 153 ગ્રામ છે.

Juhi Parikh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

12 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

12 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

13 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

13 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

13 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

13 hours ago