Boom Sound સ્પીકર અને 4GB રેમ સાથે લોન્ચ થયો HTC10

નવી દિલ્હી: તાઇવાનની સ્માર્ટફોન મેકર કંપની એચટીસીએ પોતાનો નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ સ્માર્ટફોન HTC10 લોન્ચ કર્યો છે. બજારમાં આ સ્માર્ટફોનનો મુકાબલો સેમસંગ Galaxy S7 અને LG G5ની સાથે થશે. HTC10ની શરૂઆતી કિંમત $699 ( લગભગ 46,413 રૂપિયા) છે.

આ સ્માર્ટફોનમાં ઘણી ખાસિયતો છે. તેમાં નવા મેટલ ડિઝાઇનની સાથે પહેલાંથી સારો કેમેરો અને પરર્ફોમન્સની સાથે પાવરફૂલ બેટરી પણ આપવામાં આવી છે. તાજેતરમાં આ સ્માર્ટફોનનું ટીઝર લીક થયું હતું જેને કંપનીએ લોન્ચ દરમિયાન બતાવ્યું હતું.

ફૂલ મેટલ યૂનિબોડીવાળા આ સ્માર્ટફોનમાં એક હોમ બટન છે જેમાં ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આનાથી ફોનને 0.2 સેકન્ડમાં અનલોક કરી શકાય છે. આ ઉપરાંત તેમાં USB Type C પોર્ટ અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

સ્નેપડ્રેગન 820 પ્રોસેસરની સાથે 4GB રેમ
5.2 ઇંચના ક્વાડ એચડી સુપર એલસીડી 5 ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન 820 પ્રોસેસરની સાથે 4GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 32/64 GB છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 2TB સુધી કરી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમૈલો પર બનેલા કંપનીના યૂજર ઇન્ટરફેસ Sense 7 પર કામ કરે છે.

સારો અલ્ટ્રાપિક્સલ કેમેરો
ફોટોગ્રાફી માટે તેમાં f/1.8 અપર્ચરવાળો 12 મેગાપિક્સલ (અલ્ટ્રાપિક્સલ) રિયર અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે તેનો કેમેરો ઘણો સારો છે અને તેમાં લેઝર ઓટોફોકસ, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબ્લાઇજેશન અને ડુઅલ એલઈડી ફ્લેશ આપવામાં આવી છે. તેનો રિયર કેમેરો 4K રેકોર્ડિંગ કરી શકે છે.

સારા સાઉન્ડ માટે BoomSound
આ સ્માર્ટફોનને સાઉન્ડ ક્વાલિટીના મામલે પણ સારો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં BoomSound Hi-Fi ડોલ્બી ઓડિયો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં ડેડિકેટેડ એમ્પલિફાયરની સાથે ડુઅલ સ્પીકર આપવામાં આવ્યા છે.

તેની બેટરી 3,000mAhની છે અને કંપનીનો દાવો છે કે આ ફક્ત 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઇ જાય છે.

HTC10નો બીજો વેરિએન્ટ HTC Lifestyle
કંપનીએ આ સ્માર્ટફોનનું વધુ એક વર્જન લોન્ચ કર્યું છે જેમાં બીજું પ્રોસેસર અને ઓછી રેમ છે. HTC Lifestyle નામ આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 650 પ્રોસેસર અને 3GB રેમની સાથે 32GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેમાં પણ માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી મેમરી વધારી શકાય છે. તેના બીજા સ્પેસિફિકેશન HTC10 જેવા જ છે.

ટૂંક સમયમાં ભારતમાં આવશે HTC Lifestyle
ભારતીય બજારની વાત કરીએ તો અહીં HTC 10 પહેલાં HTC Lifestyle લોન્ચ થઇ શકે છે. કારણ કે કંપની ભારતીય વેબસાઇટ પર તેની જાણકારી આપી છે. જો કે કંપની સત્તાવાર રીતે એવી કોઇ જાણકારી આપી નથી.

You might also like