HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં સરકારે કર્યો વધારો, આ છે છેલ્લી તારીખ

ગાંધીનગરઃ દરેક વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં હવે વધારો કરવામાં આવ્યો છે. HSRP નંબર પ્લેટ લગાવવાની અંતિમ તારીખ 31 માર્ચ હતી કે જે બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં મુદ્દતમાં વધારા માટેની અરજી કરી હતી. જેથી ગુજરાત સરકારે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો છે.

સરકારે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતની તારીખ 31 માર્ચમાંથી વધારીને 30 એપ્રિલ કરી નાખી છે. રાજ્યનાં તમામ વાહનચાલકોએ હવે આ તારીખ પહેલાં પોતાનાં વાહનોમાં હાઇ સિક્યોરીટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરાવી લેવી પડશે.

સીએમ વિજય રૂપાણીએ આ કામગીરીની સમીક્ષા કરી હતી. વાહનચાલકો પરેશાન ન થાય અને તેમને કોઇ પણ પ્રકારની હાલાકી ન થાય તેવાં હેતુથી રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા પછી આ નિર્ણય કર્યો છે.

You might also like