VIRAL VIDEO: શ્રીદેવી સાથેનો ઋત્વિકનો 30 વર્ષ જૂનો ડાન્સ ઇન્ટરનેટ પર થઇ રહ્યો છે વાયરલ

નવી દિલ્હી: બોલીવુડનો જાણીતો અબિનેતા ઋત્વિક રોશન પરફેક્ટ ડાન્સિંગ એક્ટર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એ એનો ડાન્સિંગનો અંદાજ બાળપણમાં જ દેખાડી ચૂક્યો છે. જો કે એને પહેલી ફિલ્મમાં ચાન્સ પણ તેના ડાન્સિંગ ક્રેઝના કારણે જ મળ્યો હતો. ઋત્વિકને પોતાના ડાન્સ પ્રત્યે લગાવ આશરે 30 વર્ષ પહેલા 1986માં દેખાડી ચૂક્યો હતો જ્યારે ભગવાન દાદા ફિલ્મમાં એ સમયની ડાન્સિંગ ક્વીન શ્રીદેવી સાથે જોરદાર નાચ્યો હતો.

આ ફિલ્મને ઋત્વિકના નાના જે ઓમ પ્રકાશે બનાવ્યું હતું. ફિલ્મમાં ઋત્વિક રોશનના પિતા રાકેશ રોશન પણ રજનીકાંત સાથે મુખ્ય પાત્રમાં હતાં. ઋત્વિકે આ ફિલ્મમાં રજનીકાંતના પુત્રનું પાત્ર નિભાવ્યું હતું.

કદાચ આ પર્ફોમન્સ બાદ જ તેના પિતા રાકેશ રોશને અંદાજો લગાવી દીધો હતો કે ભવિષ્યમાં બોલીવુડને એક સારો ડાન્સર અભિનેતા મળનારો છે. એક ઇન્ટરવ્યૂમાં ઋત્વિકની મા એ જણાવ્યું હતું કે પુત્રના ડાન્સને જોઇને જ તેના પિતાએ ઋત્વિકને લઇને કહો ના પ્યાર હે બનાવવાનું વિચાર્યું હતું.

જણાવી દઇએ કે સંજય ગુપ્તા નિર્દેશનમાં બની રહેલી ઋત્વિક રોશનની ફિલ્મ કાબિલ જલ્દી રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઋત્વિક રોશન અને યામી ગુપ્તા અંધના પાત્રમાં જોવા મળશે.

You might also like