HPએ લોન્ચ કર્યું Chromebook 11 G5, કિંમત 189 ડોલરથી શરૂ

નવી દિલ્હી: અમેરિકન કંપનીએ $189 (લગભગ 12,824 રૂપિયા)ની શરૂઆતી કિંમત સાથે બજેટ ક્રોમબુક લેપટોપ લોન્ચ કર્યું છે. Chromebook 11 G5માં ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે જે તેની ખાસિયત છે.

આ લેપટોપની બીજી ખાસિયત એ છે કે એક ફૂલ ચાર્જ કરીને તમે તેનાપર 12 કલાક સુધી કામ કરી શકો છો. સામાન્ય રીતે લેપટોપમાં બેટરી ઓછી ચાલે છે. જેથી લોકોને ઘણી સમસ્યા થાય છે. તેનું એક મોડલ ટચ સ્ક્રીનવાળું પણ છે. જેના માધ્યમથી એન્ડ્રોઇડ એપ યૂઝ કરવામાં ઘણી સરળતા રહેશે.

આ છે તેના સ્પેસિફિકેશન્સ
આ લેપટોપમાં Celeron N3060 પ્રોસેસર અને TrueVision HD વેબકેમ આપવામાં આવ્યો છે. તેમાં 2GB/4GB રેમની સાથે 16GB અને 32GBની ઇન્ટરનલ મેમરીનું ઓપ્શન આપવામાં આવ્યું છે. આ બે સ્ક્રીન સાઇઝમાં ઉપલબ્ધ રહેશે એકમાં 11.6 ઇંચ એચડી સ્ક્રીન હશે જ્યારે બીજામાં એટલી જ સાઇઝની સ્ટાર્ડડ સ્ક્રીન રહેશે.

ટચ સ્ક્રીનવાળા મોડલનું વજન 1.13 કિલોગ્રામ છે આ 11 કલાકનો બેકઅપ આપશે, જ્યારે ટચ વિના વાળા મોડલનું વજન 1.18 કિલોગ્રામ છે. તેને ફૂલ ચાર્જ કરીને 12 કલાકથી વધુ ચલાવી શકાય છે. બંને મોડલમાં યૂએસબી 3.0 પોર્ટની સાથે એક ઇયરફોન જેક આપવામાં આવ્યો છે.

હાલ આ ક્રોમબુકમાં એન્ડ્રોઇડ એપ ચાલશે નહી પરંતુ આગામી વર્ષના અંત સુધીમાં કંપની નવા ક્રોમબુકમાં ગૂગલ પ્લે સ્ટોર સપોર્ટ આપશે. હાલ તેના ભારતમાં લોન્ચીંગની કોઇ જાણકારી નથી.

You might also like