શું મોબાઇલ થયો છે ગુમ? તો ઘેર બેઠા લોકેશન કરી શકશો ટ્રેક, Data પણ કરી શકશો Delete

આપ આપનાં સ્માર્ટફોન પર વાત કરી રહેલ છે અને રસ્તા પર ચાલી રહેલ છે અને ક્યારે આપનો ફોન ચોરી કરી લેવાયો તેની કોઇ જ ગેરંટી નહીં. આવી સ્થિતિમાં આપણે કંઇ જ કરી શકતા નથી. પોલીસની પાસે જઇએ તો પણ પોલીસ ઉલ્ટાનાં આપણને જ 100 જાતનાં સવાલો કરે છે અને વારંવાર ફોનની શોધખોળને લઇ વારંવાર ચક્કર લગાવે છે.

આપણાં ફોનમાં ફોટો-વીડિયો સહિત અનેક પ્રકારનાં પર્સનલ ડેટા અને બેંકથી જોડાયેલી જાણકારીઓ હોય છે. એવામાં આ જાણકારીઓનો ખોટો ઉપયોગ પણ થઇ શકે છે. મોબાઇલ ચોરી થઇ જવાની સ્થિતિમાં પહેલું કામ તેમાં ઉપલબ્ધ ફોટો, વીડિયો અને ખાનગી જાણકારીઓને ડિલીટ કરવાની હોય છે.

હવે આપ વિચારી રહ્યાં હશો કે જ્યારે મોબાઇલ ચોરી થઇ જ ગયાં છે તો તેમાં ઉપલબ્ધ ડેટાને ડિલીટ કેવી રીતે કરો. તો આનો જવાબ છે કે આપ રિમોટથી ઘરે બેઠા જ આપ તમારા ડેટાને ડિલીટ કરી શકો છો. તો આવો આજે જાણીએ કે આનો શું આઇડીયા છે.

મોબાઇલ ચોરી થઇ જવા પર આપનો ડેટા કઇ રીતે કરી શકશો Delete?


પોતાની ખાનગી જાણકારીની ચિંતા કોને ના હોય. એવામાં જો આપ પણ ઇચ્છો છો કે આપનાં ફોનમાં ઉપલબ્ધ ખાનગી જાણકારી કોઇ ખોટા લોકોનાં હાથમાં ના જાય તો સૌથી પહેલાં આપનાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કંઇક સેટિંગ કરવા પડશે. તે માટે મોબાઇલનાં સેટિંગ્સમાં જઇને આપ સિક્યોરિટીમાં જાઓ.

ત્યાર બાદ આપ આપનાં ડિવાઇસ એડમિનિસ્ટ્રેટર અથવા તો એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરનો વિકલ્પ મળશે. આ સેટિંગ્સને શોધવામાં જો દિક્કત થઇ રહી છે તો તમે સેટિંગ્સમાં સૌથી ઉપર સર્ચ બારમાં આપ તે નામને પણ સર્ચ કરી શકો છો. ત્યાર બાદ હવે આપ ડિવાઇસ મેનેજરને એક્ટિવ કરી દો.

ડિવાઇસ મેનેજરને ઓન કર્યા બાદ ફોન ગુમ થઇ જવાની સ્થિતિમાં આપ બીજા ફોનમાં પોતાની કંપનીનાં એકાઉન્ટથી આપ લોગ ઇન કરીને અથવા તો પછી ગૂગલથી લોગ ઇન કરીને ડેટાને આપ ડિલીટ કરી શકો છો. આ સિવાય બીજો આઇડીયા એ પણ છે કે આપ પોતાનાં ફોનમાં ગૂગલ પ્લે સ્ટોરથી ગૂગલનું Find My Device એપ ડાઉનલોડ કરી લો.

આની મદદથી આપ કોઇ પણ ફોન લોગ ઇન પોતાનાં ફોનનો ડેટા ડિલીટ કરી શકો છો. આ સાથે જ ફોનને પણ લોક કરી શકો છો અને પાસવર્ડ પણ બદલી શકો છો. જો કે આ ટ્રિક ત્યારે જ કામ કરશે કે જ્યારે આપનાં ફોનમાં ઇન્ટરનેટ હશે.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

10 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

10 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

11 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

11 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

11 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

11 hours ago