આ રીતે ઘરે બનાવો ટેસ્ટી અને મોમાં પાણી લાવી દે તેવી “રાજ કચોરી”

0 70

રાજ કચોરી બનાવવા માટેની સામગ્રીઃ
મેંદોઃ 1 કપ
અજમોઃ 1 ટી સ્પૂન
ઓગાળેલું ઘીઃ 2 ટી સ્પૂન
બાફેલું બટાકું: 1
ફેંટેલું દહીં: 1/2 કપ
આમલીની મીઠી ચટણીઃ 1/4 કપ
લીલી ચટણીઃ 1/4 કપ
મીઠું: સ્વાદ અનુસાર
દળેલું લાલ મરચું
જીરાનો પાવડર
તેલ (તળવા માટે)
સર્વ કરવા માટેઃ દાડમ અને સેવ

રાજ કચોરી બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે મેંદો લો. તેમાં મીઠું, અજમો અને ઘી નાંખીને તેને પાણીની મદદથી કઠણ લોટ બાંધી દો. હવે તેનાં ગુલ્લા બનાવીને તેને વણી નાખો અને ગરમ તેલમાં તેને તળી નાખો. ત્યાર બાદ બટાકા છોલીને તેને મેશ કરો.

હવે એક પ્લેટ લો. તેમાં તળેલી રાજ કચોરી મૂકો. હવે તેને વચ્ચેથી તોડી નાખો. ત્યાર બાદ તેની અંદર દહીં, બટાકા, ચટણી, મીઠું-મરચું અને જીરૂ નાખો. હવે તૈયાર છે તમારી આ રાજ કચોરી. તેને એક ડીશમાં સર્વ કરવા માટે તેની ઉપર દાડમનાં દાણા અને સેવ ભભરાવીને સરસ રીતે તેને સર્વ કરો.

loading...

Leave A Reply

Your email address will not be published.