આ દિવાળીએ મહેમાનો માટે બનાવો ટેસ્ટથી ભરપૂર ખજૂરની ખીર

ખજૂરની ખીર બનાવવા માટે જોઇતી સામગ્રીઃ
ખજૂર-15
ઉકાળેલું દૂધ-2.4 લીટર
નારિયેળ દૂધ- 1/4 કપ
કપાયેલ ખજૂર- 1 ચમચી
કટીંગ કરેલ કાજુ અને બદામ
ચપટી ઈલાયચી પાવડર
ઘી એક ચમચી

ખજૂરની ખીર બનાવવા માટેની રીતઃ

સૌ પહેલાં તમે ખજૂર અને એક કપ લો. તેમાં ખજૂરને અડધા કપમાં ગરમ દૂધમાં આશરે 15 મિનીટ સુધી પલાળીને મુકી રાખો. ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં તમે સમારેલ સુકા મેવા અને એક ચમચી કપાયેલ ખજૂર નાંખી તે ક્રિસ્પ થાય ત્યાં સુધી તેને શેકો. ત્યાર બાદ તેને બાજુ પર મૂકી દો.

હવે તમે એક મિક્ષર લો. આ મિક્ષરમાં દૂધ અને પલાળેલ ખજૂરને ભેળવી દો. ત્યાર બાદ પેનમાં દૂધને બરાબર ઉકાળો અને અંદાજે 5 મિનીટ સુધી મીડિયમ ગેસ પર ઉકાળી લો. અને તેમાં ખાંડેલા ખજૂરનું પેસ્ટ નાંખો. પછી તેને બરાબર હલાવો ને ધીમા ગેસ પર તેને મૂકો. હવે જ્યારે તે ઘટ્ટ થઇ જાય ત્યારે ઘીમાં ખજૂર, મેવા ઇલાયચી પાવડર અને નારિયેળનું દૂધ નાંખો. તો હવે લો તૈયાર છે તમારી આ ગરમા ગરમ ખજૂર ખીર મહેમાનો માટે તૈયાર.

You might also like