શું છે મોક્ષ? મર્યા બાદ મળે કે જીવતા જ મળી જાય છે મોક્ષ

સંસારના મોટા ભાગના ધર્મો માનવીને તેના માનવ જન્મના ઉદ્દેશ્યની પ્રાપ્‍તિ કરાવવા પ્રયત્નશીલ છે. માનવને સમજાવે છે કે તારો મૂળ ઉદ્દેશ્ય મોક્ષની પ્રાપ્‍તિ કરવાનો છે.

મોક્ષ અવસ્થા શું છે ? તેના વિશે વિચાર કરવો અત્યંત આવશ્યક છે. કેટલાક દાર્શનિકોનો મત છે કે.. તમામ દુઃખો તથા કષ્‍ટોથી મુક્તિ પ્રાપ્‍ત કરવી તે મોક્ષ છે. કેટલાક લોકો જન્મ મૃત્યુમાંથી છુટકારો મેળવવાને મોક્ષ કહે છે,પરંતુ શું જીવ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઇ શકે છે? આદિ ગુરુ શંકરાચાર્યજી કહે છે કે જીવન મુક્તિ એ જ મોક્ષ છે, તો શું વ્યક્તિ જીવતાં જીવ મુક્તાત્મા બની શકે છે?

મોક્ષની અવસ્થાઓને ધ્યાનથી જોઇએ તો આ વિશે બે ધારણાઓ પ્રચલિત છે. (૧) મૃત્યુ બાદ પુનઃજન્મ ધારણ ના કરવો. શરીર અને ઇન્દ્રિયોનાં બંધનોથી છુટકારો મેળવી બ્રહ્મમાં લીન થવું. (ર) જીવતે જીવ બ્રહ્મની સાથે સબંધ થવો અને મોક્ષનો અનુભવ કરવો. વાસ્તવમાં જીવનો બ્રહ્મમાં લય થવો તેને જ મોક્ષ કહે છે. મોક્ષની અવસ્થાની પ્રાપ્‍તિના માટે મુખ્ય બે સાધન છે.. ધર્મ અને સદગુરુ.

સંસારમાંના જે ૫ણ ધર્મો પુનઃજન્મમાં વિશ્વાસ રાખે છે, તે સૂક્ષ્‍મ શરીરની માન્યતામાં ૫ણ વિશ્વાસ રાખે છે, તે પોતાના અનુયાયીઓને આ શરીર તથા ઇન્દ્રિયોથી છુટકારો મેળવી મોક્ષની પ્રાપ્‍તિ માટે પ્રેરણા આપે છે. તેમનું માનવું છે કે શરીરના લીધે જ ઇન્દ્રિયો અને મનનું અસ્તિત્વ છે અને તે જ અજ્ઞાન, અવિદ્યા અને અવિવેકનું કારણ છે, જેનાથી છુટકારો મેળવવો જરૂરી છે અને તેના માટે તેઓ યમ, નિયમ, યોગસાધના, ધારણા, ધ્યાન અને સમાધિના માધ્યમથી અજ્ઞાન, અવિદ્યા અને અવિવેકથી છુટકારો અપાવે છે. કેટલાક ધર્મો પોતાના અનુયાયીઓને પ્રાર્થના, કીર્તન, સત સાહિત્યના ૫ઠન પાઠન.. વગેરેનાં માધ્યમથી છુટકારો મેળવવા પ્રેરણા આપે છે, પરંતુ તેનાથી બંધનોમાં છુટકારો મળતો નથી.

ફક્ત ધર્મ મોક્ષ પ્રાપ્‍ત કરાવી શકતો નથી, પરંતુ મોક્ષ પ્રાપ્‍તિની જિજ્ઞાસા જગાડે છે. બીજી મોક્ષ પ્રાપ્‍તિના માટેની વિધિનું અવલોકન કરીએ કે જે બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી થાય છે. સહુથી ૫હેલાં હું ભગવાનનો છું એ રીતે પોતાની અહંતા (મારા પણા) ને બદલી દેવી જોઇએ. અહંતા બદલ્યા વિના સાધના સુગમતાથી થતી નથી. જીવ માત્ર ૫રમાત્માને અત્યંત પ્રિય છે. જીવ ભગવાનથી વિમુખ થઇને પ્રતિક્ષણ વિયુક્ત થવાવાળા સંસાર (ધન-સં૫ત્તિ, કુટુંબ, શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ.. વગેરે)ને પોતાનો માનવા લાગે છે. જ્યારે સંસારે જીવને ક્યારેય પોતાનો માન્યો નથી. જીવથી આ જ ભૂલ થાય છે કે તે પ્રતિક્ષણે બદલાવાવાળા સંસારના સબંધને નિત્ય માની લે છે. જેમનો આપણી સાથે વાસ્તવિક અને નિત્ય સબંધ છે તે ૫રમાત્માના શરણમાં ચાલ્યા જવું જોઇએ.

ભગવાન ભગવદ્ગીતામાં પોતાના ઉ૫દેશની અત્યંત ગો૫નીય સાર વાત બતાવે છે કે તું તમામ ધર્મોનો આશ્રય છોડીને તું કેવળ મારે એકલાને જ શરણે આવી જા. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી દઇશ, તું શોક કરીશ નહી.આનાથી સ્પષ્‍ટ થાય છે કે સદગુરુ જ મોક્ષ પ્રાપ્‍તિ કરાવવા માટે સક્ષમ હોય છે.

સર્વે ધર્મો એટલે જીવના ધર્મો.હું ગરીબ નહીં, હું શ્રીમંત નહીં, નાનો નહીં, મોટો નહીં.. તેવી રીતે હું કાંઇ જ નહીં, કોઇ જાતનો ધર્મ મારે નહીં, હું ભોગ ૫ણ નહીં અને ભોગવનાર ૫ણ નહીં. આ નિર્ગુણ અવસ્‍થાની ટોચ છે. હું નિર્વિકલ્‍૫ નિરાકારરૂપ મારે કોઇ સંકલ્‍૫-વિકલ્‍૫ નથી, મને કોઇ આકાર નથી, હું તમામ ઇન્‍દ્રિયોમાં છું, તમામ સ્‍થળે વ્‍યાપી રહેલો વિભુ છું. મંગલકારી કલ્‍યાણકારી ચિદાનંદ સ્‍વરૂ૫ છું, મને રાગ દ્વેષ, લોભ- મોહ- મદ-ઇર્ષ્‍યા નથી, મારે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ કોઇ૫ણ પુરુષાર્થ નથી.

ભગવાન કહે છે કે સઘળા ધર્મોના આશ્રય, ધર્મના નિર્ણયનો વિચાર છોડીને એટલે કે શું કરવાનું છે? અને શું નથી કરવાનું? આને છોડીને ફક્ત એક મારે જ શરણે આવી જા. આ૫ણે પોતે ભગવાનના શરણે જવું – આ તમામ શાસ્‍ત્રોનો સાર છે. ભક્ત પ્રભુનું શરણું સ્‍વીકાર્યા ૫છી પોતાના તન-મન-ધનને ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીને નિર્ભય અને નિશંક બની જાય છે. ગીતામાં ધર્મ શબ્‍દનો અર્થ કર્તવ્‍ય કર્મ છે અને કર્તવ્‍ય કર્મનો સ્‍વરૂ૫થી ત્‍યાગ કરવાનો નથી. સઘળા ધર્મો એટલે કે કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા એ જ સર્વશ્રેષ્‍ઠ ધર્મ છે.

સર્વ બંધનોનું મૂળ ઉત્‍૫ન્‍ન કરનાર જે પાપ છે તેનું મૂળ કારણ મારાથી ભિન્‍નતા જ છે, તે મારા સ્‍વરૂ૫ના જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) થી નાશ પામશે. મારા (પ્રભુ) શરણે આવ્‍યા ૫છી ૫ણ મારી ઉ૫ર પૂરો વિશ્વાસ, ભરોસો ના રાખવો એ જ મારા પ્રત્‍યેનો અ૫રાધ છે. પોતાના દોષોના લીધે ચિંતા કરવી એ વાસ્‍તવમાં બળનું અભિમાન છે. ભક્ત બન્‍યા ૫છી તેની ચિંતા ભગવાન કરે છે. જેણે ૫રમાત્‍માની શરણાગતિ સ્‍વીકારી છે તે ભક્ત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે.

આ ભાવને દ્રઢતાથી સ્‍વીકારી લે છે તો તેનો ભય, શોક, ચિંતા, શંકા,પરીક્ષા અને વિ૫રીત ભાવના નાશ પામે છે. જ્ઞાન ગુરૂનું જ માનવોને પ્રભુનું ઘર બતાવે છે, જીવ.. જીવાત્મા..આત્મા અને ૫રમાત્માની પ્રકૃતિ એક જ છે. અજ્ઞાનતાના કારણે જ અમે તેમને અલગ અલગ પ્રકૃતિના સમજીએ છીએ. આ જીવાત્મા એક શરીરને છોડીને નવા શરીરમાં જાય છે. જીવ શરીરોને સાથે લઇને ભિન્ન ભિન્ન યોનિઓમાં ભમે છે. ભગવાને માનવને સ્વતંત્રતા આપી છે તે ઇચ્છે તો તેની સાથે સબંધ જોડી શકે છે અને ઇચ્છે તો સબંધ તોડી શકે છે. પછી જન્મ-મરણના બંધનથી સહજમાં મુક્તિ છે.

આત્માના વિરાટરૂ૫ને ૫રમાત્મા કહેવામાં આવે છે. યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્‍ણએ અર્જુનને જે વિરાટ સ્વરૂ૫નાં દર્શન કરાવ્યાં હતાં તેને જ ૫રમાત્મા, ર્ગાડ, વાહેગુરૂ, ખુદા.. વગેરે નામોથી જાણી શકાય છે.

૫રમાત્મા એક છે, આત્મા ૫ણ એક છે, જીવ એક છે કે જે અમારી અંદર વિરાજમાન છે. ગુરૂઓ તો ઘણા છે પણ જ્યારે કોઇ બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપા થાય છે તો આ સર્વશક્તિમાન ૫રમાત્મા સર્વત્ર નજરે આવે છે તથા સંસારની અસાર માયાથી છુટી સત્ય ૫રમાત્મા સાથે જોડાઇ જાય છે.•

You might also like