Categories: Dharm

કરોડપતિ બનવું હોય તો કરો આ ઉપાય : લક્ષ્મીજી ભરી દેશે ભંડાર

અમદાવાદ : તંત્ર શાસ્ત્રનાં અનુસાર જો મહાલક્ષ્મીની આરાધના શુક્રવારે કરવામાં આવે તો તેનાથી ખુબ જ ફાયદો થાય છે. તેના માટે ગ્રંથોમાં કેટલાક ઉપાયો પણ સુચવવામાં આવ્યા છે. આવો જાણીએ કેટલાક એવા ઉપાયો જેની મદદથી માં લક્ષ્મી તમારા પર સદા પ્રસન્ન રહેશે અને આજીવન તમારા પર પોતાના ચાર હાથ રાખશે.
1. શુક્રવારનાં દિવસે સાંજે ગાયના ઘીનો દિવો પ્રગટાવી ઘરનાં ઇશાન ખુણામાં મુકો. આ દીવામાં થોડું કેસર નાખો તથા દિવામાં રૂના બદલે લાલ રંગના સુતરનાં દોરાનો પ્રયોગ કરો. તેનાથી લક્ષ્મીમાતાની કૃપા વરસશે
2. શુક્રવારે 7 કુંવારી કુમારીકાઓને ઘરે બોલાવીને તેમને ભોજન કરાવો. ભોજનમાં કેસરયુક્ત ખીર અવશ્ય ખવરાવો તથા દક્ષિણામાં વસ્ત્રનું દાન આપો. આ ઉપાયથી ઝડપી ધન પ્રાપ્તી થશે.
3. શુક્રવારનાં દિવસે એક પીળુ કપડું લઇને તેમાં પાંચ પીળા રંગની કોડી, થોડુ કેસર તથા સિક્કાઓ નાખીને તે બધુ બાંધીને તેને તિજોરીમાં અથવા ગલ્લામાં મુકો. તેના પ્રભાવથી થોડા જ દિવસોમાં ધન સંબંધીત સમસ્યાઓ દુર થવા લાગશે. ઘરમાં પૈસા આવવા લાગશે.
4. શુક્રવારનાં દિવસે ભગવાન વિષ્ણુના દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને અભિષેક કરો. અભિષેક બાદ તેમની વિધિવત્ત પુજા અર્ચના કરો. આ ઉપાયથી પણ ઘરમાં દિવસે ડબલ અને રાત્રે ચાર ગણા પૈસા આવવાના ચાલુ થઇ જાય છે.
5. શુક્રવારે દિવસે ગરીબોને સફેદ રંગની વસ્તુઓ અથવા ખાદ્ય પદાર્થોનું દાન કરો. તેનાં કારણે આર્થિક સમસ્યાઓનો અંત આવશે.
6. શુક્લ પક્ષમાં આવતા કોઇ પણ શુક્રવારનાં દિવસે પત્ની પોતાના હાથથી પ્રેમપુર્વક સાબુદાણાની ખીર બનાવે પરંતુ તેમાં ખાંડના બદલે મિશ્રી નાખો. આ ખીરને સૌથી પહેલા ભગવાનને અર્પિત કરો ત્યાર બાદ પતિ – પત્નિ થોડી થોડી એકબીજાને ખવડાવો. આ દિવસે કોઇ મંદિરમાં અત્તરનું દાન આપો.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago