16 ફેબ્રુઆરીએ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો રાશિ પર શું થશે તેની અસર

16 ફેબ્રુઆરીએ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો રાશિ પર કઇ રીતે પડશે તેનો પ્રભાવ

ચંદ્રગ્રહણ બાદ 16 ફેબ્રુઆરી 2018નાં રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઇ રહ્યું છે. જો કે આ ગ્રહણ આંશિક છે અને માત્ર ભારતમાં જ નહીં દેખાય પરંતુ રાશિઓ પર આનો પ્રભાવ દેખાશે.

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહણ શતભિષા નક્ષત્ર અને કુંભ રાશિમાં લાગવાને કારણે આનાંથી સંબંધિત લોકોને તે વધારે પ્રભાવિત કરશે. તો આવો આપણે જાણીએ કે આ સૂર્યગ્રહણની દરેક રાશિઓ પર શું અસર થશે….

મેષ રાશિઃ આ રાશિનાં લોકોને ધનનો લાભ થવાની એટલે કે ધનની પ્રાપ્તિ થવાની સંભાવના છે. અટકાઇ ગયેલા કામોમાં સફળતા મળશે અને સાથે પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે. મિત્રો અને પ્રિયજનો સાથે સમય પણ સારો પસાર થશે.

વૃષભ રાશિઃ આ રાશિનાં લોકોનું મન પરેશાન રહેશે. પારિવારિક જીવનમાં પણ મુશ્કેલી વધી શકે છે. આ સાથે માંનાં સ્વાસ્થ્યનું પણ ધ્યા રાખજો.

મિથુન રાશિઃ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી. તેમજ બાળકો સાથે વાત કરતી વખતે તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે કે જેથી કોઇ મતભેદ ના સર્જાય. વિદ્યાર્થી અવસ્થાનાં બાળકોનું મન વિચલિત રહેશે અને અભ્યાસમાં પણ એકાગ્રતાની ઊણપ આવી શકે છે. પ્રેમનાં મામલામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

કર્ક રાશિઃ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી. કેમ કે બીમાર પણ થઇ શકો છો. સમય તમારો હાલ ભારે છે જેથી ધૈર્યથી કામ લેવું જરૂરી છે.

સિંહ રાશિઃ કોઇની સાથે ભાગીદારી છે તો સંભાળીને કામ કરજો. ગેરસમજ ઊભી થઇ શકે છે. જીવનસાથી સાથે મતભેદ ઊભા થઇ શકે છે.

કન્યા રાશિઃ આ રાશિ માટે સૂર્યગ્રહણ લાભદાયક છે. તેમને દરેક બાજુએથી સારા સમાચાર પ્રાપ્ત થશે. દુશ્મન અને વિરોધી પરાસ્ત થશે. દરેક જગ્યાએથી સારા સમાચાર જ પ્રાપ્ત થશે.

તુલા રાશિઃ આ રાશિનાં લોકો જો આ દરમ્યાન કોઇ યાત્રાનો પ્લાન કરવા જઇ રહ્યાં છો તો તેને ટાળી દો. કેમ કે આ રાશિનાં લોકો માટે લાંબી યાત્રા કષ્ટદાયક હોઇ શકે છે.

વૃશ્વિક રાશિઃ આ રાશિનાં લોકો માટે સૂર્યગ્રહણ ઉત્તમ ફળરૂપી સાબિત થશે. દરેક જગ્યાએથી સારા સમાચાર જ મળશે. ધન પ્રાપ્તિની સંભાવના પણ છે. આ સાથે વિદ્યાર્થીઓેને સારી એવી સફળતા પણ મળશે.

ધન રાશિઃ આ રાશિનાં લોકો માટે સુખદ યાત્રાનો યોગ છે. ઇચ્છાશક્તિમાં વધારો થશે તેમજ ભાઇ-બહેનો સાથે આત્મીયતા વધશે.

મકર રાશિઃ આ રાશિનાં લોકોને પરિવાર સાથે સંબંધોમાં અંતર વધશે. તેમજ સ્વાસ્થ્યનું પણ આ રાશિનાં લોકોને ધ્યાન રાખવું પડશે.

કુંભ રાશિઃ વાહન ચલાવનાર લોકો સાવધાની રાખે તેમજ દુર્ઘટના થવાની સંભાવના પણ શક્ય છે. આ રાશિનાં લોકો ભારે તણાવ ન લે. કેમ કે શારિરીક કષ્ટ પણ થઇ શકે છે.

મીન રાશિઃ મીન રાશિવાળા લોકો પર સૂર્યગ્રહણની થોડીક-થોડીક અસર થશે. તેમજ આ રાશિવાળા લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તેમજ પરિવારમાં વિવાદ પણ ઊભો થઇ શકે છે.

You might also like