Categories: Lifestyle

વરસાદમાં કેવો મેકઅપ કરવો?

ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વરસાદની મજા લેવાની સાથે યુવાનો અને યુવતીઓ માટે મેકઅપ કરવા અને કર્યા બાદ ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને કૉલેજગર્લ્સ તેમજ વર્કિંગવુમન માટે આ સમસ્યા સર્જાય છે. ભેજવાળા વાતાવરણને લીધે પરસેવો થવાથી મેકઅપ ટકાવી રાખવાનું મુશ્કેલ બને છે. ચોમાસામાં કરવાના મેકઅપ અંગે ટિપ્સ આપતાં મેકઅપ આર્ટિસ્ટ અંજલિ ચાવડા કહે છે કે, “મેકઅપ કરતાં પહેલાં કેટલીક ચોક્કસ પ્રકારની કાળજી રાખો તો મેકઅપ લાંબો સમય ટકાવી રાખી શકાય છે.”

મેકઅપ કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો

મેકઅપ કરતા પહેલાં ચહેરો સારા ફેશવોશથી ધોઈ લો અને બાદમાં માઈલ્ડ સ્ક્રબ કરી દો. અથવા ક્લીન્ઝિંગ મિલ્કથી ચહેરો સાફ કરો. બાદમાં એક ચોખ્ખો રૂમાલ લઈ તેમાં બરફનો ટુકડો રાખી તેને ચહેરા પર ધીમેધીમે ઘસો. સમગ્ર ચહેરા પર આ પ્રકારે બરફ ઘસવાથી ચહેરાની સ્કિન ટાઈટ થશે અને તેનાથી મેકઅપ વધુ સમય સુધી ટકી રહેશે. બરફ ઘસ્યા બાદ ઓઈલી ન હોય તેવું માઈલ્ડ મોઇશ્ચરાઈઝર ચહેરા પર લગાવો. સ્કિનટૉનને મેચ થતું હોય તેવું ફાઉન્ડેશન હલકા હાથે લગાવો. રૂટિન મેકઅપ કરતા હોવાથી હેવી લુકની જરૂર હોતી નથી.

ફાઉન્ડેશન લગાવ્યા બાદ સ્કિનટૉનને મેચ થાય તે મુજબનો કોમ્પેક્ટ કે ટ્રાન્સલુઝન પાઉડર લગાવો. જો હેવી મેકઅપ કરવો હોય તો કન્સીલરનો ઉપયોગ ટ્રાન્સલુઝન પાઉડર પહેલાં કરવો. બાદમાં આઈબ્રો સેટ કરો. આઈબ્રો પર બ્લેક કે બ્રાઉન આઈબ્રો પેન્સિલથી આઈબ્રો સેટ કર્યા બાદ આઈશેડો લગાવો. હાલ ન્યૂડ આઈશેડ અને સ્મોકી લુકનો ટ્રેન્ડ વધુ ચાલે છે. ટ્રેન્ડ મુજબ લાઈટ બ્રાઉન, લાઈટ પિન્ક જેવા આઈશેડો વાપરી શકો છો. બાદમાં સિમ્પલ આાઈલાઈનર અને મસ્કારા લગાવો.

હવે ચહેરાના મુખ્ય ભાગ હોઠને સંવારવાનો વારો છે. મેકઅપ રૂટિન અને લાઈટ હોવાથી તમારા સ્કિનટોન તેમજ કપડાંના કલર સાથે સુટ થાય તેવો લિપસ્ટિકનો કલર પસંદ કરો. તમારાં કપડાંના કલરથી ડાર્ક હોય તેવો રંગ પસંદ કરો. લાઈટ અને ન્યૂડ શેડ પણ પસંદ કરી શકો છો.

જો તમે પંજાબી ડ્રેસ પહેર્યો હોય તો નાની સિમ્પલ બિંદી લગાવી દો. તમારો ચહેરો ખીલી ઊઠશે. મેકઅપ બાદ હેરસ્ટાઈલની વાત ન કરીએ તો મેકઅપ અધૂરો જ ગણાય. રૂટિનમાં પફ હેરસ્ટાઈલ તો કૉમન છે જ. તેમાં પણ બંને બાજુ ટ્વીસ્ટ વાળી શકો છો. બંને બાજુ લટોને કર્લ્સ કરી શકો છો.

સોનલ અનડકટ

Krupa

Recent Posts

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

22 mins ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

2 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

3 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

4 hours ago

વડોદરાઃ પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, આરોપીને કૂકડો બનાવતો વીડિયો વાયરલ

વડોદરાઃ શહેર પોલીસે હવે આરોપીઓ સામે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે ખંડણી, હત્યા અને અપહરણ સહિતનાં અનેક ગુનામાં સંડોવાયેલો…

4 hours ago

ભાજપ મહાકુંભથી PM મોદીનો પડકાર,”જેટલો કાદવ ઉછાળશો એટલું કમળ વધારે ખીલશે”

મધ્યપ્રદેશઃ આ વર્ષનાં અંતિમ સમયે ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવામાં 15 વર્ષોથી સત્તા પર પગ જમાવેલ ભાજપ સરકાર જ્યાં વિકાસનાં…

5 hours ago