Film Review: હાઉસફુલ-૩

ઇરોઝ ઇન્ટરનેશનલ, નડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી અને સાજિદ નડિયાદવાલા તથા સુનીલ એ. લુલ્લા દ્વારા નિર્મિત તેમજ સાજિદ-ફરહાદ નિર્દેર્શિત ‘હાઉસફુલ-૩’નું સંગીત તોશી-શરીબ, સોહેલ સેન, મીકા સિંહ, તનિષ્ક બાગચી અને મિલિંદ ગાબાએ આપ્યું છે. ફિલ્મમાં અક્ષયકુમાર, જેકલીન ફર્નાન્ડીસ, અભિષેક બચ્ચન, નર‌િગસ ફખરી, રીતેશ દેશમુખ, લિસા હેડન, જેકી શ્રોફ, ચંકી પાંડે, બોમન ઇરાની જેવા કલાકારો છે.

‘હાઉસફુલ’ એક કોમેડી સિરીઝ છે. આ સિરીઝની ફિલ્મનો ઉદ્દેશ તર્કને બાજુમાં રાખી માત્ર મનોરંજનનો છે. મોટા સ્ટાર્સથી સજેલી ‘હાઉસફુલ’ અને ‘હાઉસફુલ-ર’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્રીજા ભાગમાં પણ મોટા સ્ટાર છે અને ફિલ્મને ફરી એક વાર લંડનમાં ફિલ્માવાઇ છે.

એક વાર ફરી એક મોટું ઘર અને મજાનાં પાત્રો છે. બટુક પટેલ (બોમન ઇરાની) પોતાની ત્રણ સુંદર પુત્રીઓ સાથે એક મોટા ઘરમાં રહે છે. તેને લાગે છે કે તેની પુત્રીઓ ખૂબ સંસ્કારી છે, પરંતુ હકીકતમાં એવું નથી. બટુકની એક પુત્રી (જેકલીન ફર્નાન્ડીસ)ને સેન્ડી (અક્ષયકુમાર) સાથે પ્રેમ થાય છે. સેન્ડી સ્પ્લિટ પર્સનાલિટી ધરાવે છે. તે ક્યારેક સેન્ડી તો ક્યારેક સુંડી બની જાય છે. આ જ રીતે બટુકની અન્ય બે પુત્રીઓ (લિસા અને નર‌િગસ)ને ટેડી (રીતેશ) અને બંટી (અભિષેક) સાથે પ્રેમ થાય છે. બટુકની ત્રણ પુત્રીઓ તેમના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઇચ્છે છે, પરંતુ બટુક તેની વિરુદ્ધમાં છે. ત્યારબાદ ફિલ્મમાં ઘણા ચઢાવ-ઉતાર આવે છે. બટુકની આંખોમાં ધૂળ નાખવામાં આવે છે. ફિલ્મ અત્યંત મનોરંજક છે. •

You might also like