Categories: Gujarat

સારવાર માટે હોસ્પિટલ કેમ લઈ ગયો તેમ કહી પિતરાઈ ભાઈ સહિત ચારને ચપ્પાના ઘા માર્યા

અમદાવાદ: ધરમ કરતાં ધાડ પડી આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો નરોડા વિસ્તારમાં બન્યો છે. અકસ્માતમાં ઘવાયેલા રિક્ષાચાલકને તેના પિતરાઇ ભાઇએ દવાખાને પહોંચાડ્યો પણ ભાનમાં આવતાં જ રિક્ષાચાલકે વિના કારણે પિતરાઇ ભાઇ સાથે ઝઘડો કરી તેના પર તેમજ પરિવારના અન્ય સભ્યો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

આ અંગેની વિગત એવી છે કે નરોડા ગામમાં આવેલ કબીરપુરામાં રહેતા રામજી મણાજી ઠાકોરે તેના પિતરાઇ ભાઇ વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રામજી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરે તેના પિતરાઈ ભાઈ સુનીલની રિક્ષા પલટી થઇ ગઇ હોવાના સમાચાર મળતાંની સાથે જ રામજી કલ્યાણ ત્રણ રસ્તા પાસે પહોંચી ગયો હતો. જ્યાં સુનીલ બેભાન હાલતમાં રોડ પર પડ્યો હતો. રામજીએ 108 ઇમર્જન્સી એમ્યુલન્સ બોલાવી હતી અને સુનીલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં પહોંચતાંની સાથે સુનીલ ભાનમાં આવી ગયો હતો અને તેણે એકાએક ધમાલ મચાવવાની શરુ કરી દેતાં આખું ટ્રોમા સેન્ટર માથે લીધું હતું. સુનીલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ આવતાં રામજી સાથે પણ હોસ્પિટલમાં ઉગ્ર બોલાચાલી કરી હતી.

સુનીલે હોસ્પિટલમાં ધમાલ મચાવતાં સિક્યોરિટી ગાર્ડે તેમને ઘરે પરત જવાનું કહ્યું હતું. રામજી અને સુનીલ ઘરે પરત આવી ગયા હતા. જ્યાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સુનીલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા મામલે રામજી પર સુનીલે ચપ્પા વડે હુમલો કર્યો હતો. રામજીની માતા સીતાબહેન, બહેન મંગુ મિત્ર અમિત ભરવાડ ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડતાં સુનીલે ત્રણેય પર ચપ્પુ હુલાવી દીધું હતું.

આ ઘટનામાં રામજી તેની માતા, બહેન અને મિત્રને સામાન્ય ઇજા પહોંચી હતી. ચારેય પર હુમલો કરીને સુનીલે રામજીના ઘરના સામાનની તોડફોડ કરી હતી. નરોડા પોલીસે આ મામલે સુનીલ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ મામલે રામજીએ જણાવ્યું હતું કે સુનીલે નશો કર્યો હતો અને તેને હોસ્પિટલમાં સરાવાર નહીં કરાવવા મામલે ધમાલ શરૂ કરી હતી.
http://sambhaavnews

divyesh

Recent Posts

બિનાની સિમેન્ટનાં ટેક ઓવર માટે અલ્ટ્રાટેકનો પ્રસ્તાવ મંજૂર

નવી દિલ્હીઃ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી) દેવામાં ફસાયેલી કંપની બિનાની સિમેન્ટના ટેક ઓવર માટે આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક…

4 mins ago

શેરબજાર સામાન્યઃ સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ, રૂપિયો ૨૫ પૈસાનાં વધારા સાથે ખૂલ્યો ૭૨.૦૬ની સપાટીએ

શેરબજારમાં આજે શરૂઆત સામાન્ય રહી હતી. સેન્સેક્સ ૩.૭૬ પોઇન્ટ વધીને ૩૫,૧૪૫ પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ૪.૩ પોઇન્ટ વધીને ૧૦,૫૮૦…

18 mins ago

નોટબંધી બાદ પણ રિટર્ન નહીં ભરનાર ૮૦ હજાર લોકો પર બાજ નજર

નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ વિભાગ એવાં ૮૦ હજાર લોકોની તલાશમાં છે કે જેમણે નોટબંધી બાદ મોટી રકમ જમા કરાવી હતી અને…

33 mins ago

તામિલનાડુનાં કિનારે ૧૦૦ કિ.મી.ની ઝડપે ટકરાયું ‘ગાજા’ તોફાન, સ્કૂલ-કોલેજો બંધ-નૌસેના એલર્ટ

ચેન્નઈઃ હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર ચક્રવાતી તોફાન ‘ગાજા’ આજે સવારે તામિલનાડુનાં સમુદ્ર કિનારે ટકરાયું છે. આ દરમ્યાન ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની…

47 mins ago

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

18 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

19 hours ago