હુક્કાબાર પર પ્રતિબંધથી યંગસ્ટર્સમાં હુક્કા પાર્ટી ધૂમ મચાવશે

અમદાવાદ: રાજ્ય સરકારે ગઇ કાલે રાજ્યમાં ચાલતા તમામ હુક્કાબાર પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે દારૂબંધીને લઇ કડક કાયદો બનાવ્યો છે, જેના પગલે હવે યંગસ્ટર્સમાં હુક્કા પાર્ટીમાં વધારો થશે. જાહેરમાં ચાલતા હુક્કાબાર બંધ થતાં હવે યંગસ્ટર્સ ઘરે બેસી હુક્કાની મોજ માણશે. દારૂબંધીને લઇને પણ હવે જો દારૂ પીધેલી હાલતમાં પકડાયા તો ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઇ કરવામાં આવશે, જેથી હવે દારૂની પાર્ટીઓ પણ બંધ થશે તેમ લાગી રહ્યું છે.

રાજ્ય સરકારની હુક્કાબાર અને દારૂબંધીની જાહેરાત બાદ હવે મોટાં પાર્લર પર અને દુકાનોમાં મળતી અવનવી ફ્લેવર, કોલ અને હુક્કામાં ભાવ વધારો થાય તેવી શક્યતા જણાઇ રહી છે. હુક્કાબારના કારણે યુવાધન નશા તરફ વળ્યું હતું, જેને રોકવા આવા હુક્કાબાર પર પ્રતિબંધ લદાયો છે. આ પ્રતિબંધ બાદ હવે યંગસ્ટર્સમાં હુક્કા પાર્ટીઓ યોજાશે.

દારૂ ખરીદતાં અને વેચતાં પકડાય તો દસ વર્ષ સુધીની સજા અને દારૂ પીને દંગલ કરે તો ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઇ થતાંં હવે નાની-નાની બાબતે દારૂની પાર્ટી યોજતા યંગસ્ટર્સ પર બ્રેક લાગશે, જોકે યંગસ્ટર્સે પણ હુક્કાબાર પર પ્રતિબંધનો અન્ય નિચોડ ઘરે બેસી હુક્કા પાર્ટી યોજવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

જાહેરમાં ચાલતા હુક્કાબારમાં યુવક-યુવતીઓ દરરોજ જઇને દેવું કરીને પણ નશાને આદત બનાવી દેતાં હતાં. આ પ્રતિબંધ બાદ હવે પાર્લર પર મળતા હુક્કાના વેચાણમાં વધારો થાય તેવી શક્યતા જણાય છે.
http://sambhaavnews.com/

You might also like