VIDEO: Honda લાવ્યું ‘સેલ્ફ બેલેન્સિગ’ બાઇક, જાણો એની ખાસિયત

લાસ વેગાસમાં યોજાનારો કંઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દેશ-દુનિયાના દિગ્ગજ નિર્માતા કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સનું પ્રદર્શન જોરદાર રીતે કરે છે. અત્યાર સુધી સરેરાશ આ શોની મહેફિલ જોરદાર કારો લૂંટતી આવી છે.

પરંતુ હવે દ્રીચક્રી દુનિયાએ પણ જોરદાર અસર કરી છે. વર્ષ 2017મા હોન્ડાના સીઈઓએ પોતાની રાઇડિંગ આસિસ્ટન્સ ટેક્નોલોજીનું અહીં પ્રદર્શન કર્યું છે. રાઇડિંગ આસિસ્ટ ટેક્નોલોજી હકીકતમાં મોટરસાઇકલને સેલ્ફ બેલેન્સિંગ આપશે. એટલે કે આ બાઇકને ઊભી રાખવા માટે તમારે સ્ટેન્ડ લગાડવાની જરૂર નહિ પડે. તેની સાથે નીચે દેખાડેલા વીડિયોમાં તમે જોઈ શકશો કે આ બાઇક કોઈ પણ સપોર્ટ વગર રાઇડરનો પીછો કરતા આગળ વધી રહી છે.

હોન્ડાની આ ટેક્નોલોજીને Honda UNI-CUB બનાવીને વિકસાવવામાં આવી છે. ‘સેલ્ફ આસિસ્ટેડ’ કાર તો આપણે પહેલાથી જ જોઈ ચૂક્યા છીએ, આ વખતે તમારી સામે હશે આ ટેક્નોલોજી પર આધારિત બાઇક. જોકે, હજી સુધી એ નક્કી નથી કરવામાં આવ્યું કે આ ટેક્નોલોજી પર આગળ ચાલતી બાઇકનું નિર્માણ કરશે કે નહિ. એટલું જરૂરી છે કે હોન્ડા પાસે આ ટેક્નોલોજી છે, અને શક્ય છે કે આગળ ચાલીને આ તેની અન્ય બાઇકમાં જોવા મળશે.

You might also like