આપ સૌને ખ્યાલ જ હશે કે ભારતની જનતા હંમેશાં કંઇ ને કંઇ જુગાડ ખેલવામાં ચાલાક જ હોય છે. તમે નહીં માનો કે અહીં કેટલાંક છોકરાઓએ હોન્ડા સિટીને મોડિફાઇ કરીને લેંમ્બોર્ગિની કાર બનાવી દીધી અને આમાં ખર્ચ માત્ર રૂ.7.5 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે.
આ કારનાં ફોટા જયપુર જીપ લવર્સ નામનાં ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યાં છે. ત્યાં બીજી બાજુ આનો એક વીડિયો યૂટ્યૂબ પર મૂકવામાં આવેલ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે હોન્ડા સિટીનાં 2006નાં મોડલને મોડિફાઇ કરીને લેમ્બોર્ગિની કાર તૈયાર કરવામાં આવી છે.
મહત્વની વાત તો એ છે કે મોડિફાઇ કરવામાં આવેલી કાર ઇલેક્ટ્રિસિટી દ્વારા પણ ચાલી શકશે. હોન્ડા સિટીનાં 2006નાં મોડલમાં 1.5 લીટરનું iVTEC પેટ્રોલ એન્જીન છે. હવે એવામાં એ બાબત સ્પષ્ટ નથી કે મોડિફાઇડનું એન્જીન કેવું છે.
ઓરીજીનલ લેમ્બોર્ગિનીની વાત કરીએ તો Lamborghini Centenarioમાં 12 સિલેન્ડરવાળું V12 એન્જીન છે કે જેનો પાવર 770hp છે. આ કાર 2.8 સેકન્ડમાં 0-100kmph સુધીની સ્પીડ પકડી લે છે. એવામાં આ મોડિફાઇડ કાર દુનિયાની સૌથી સસ્તી લેમ્બોર્ગિની કાર થઇ ગઇ છે. તો હવે જોઇ લો તે કારનો વીડિયો પણ.