Hondaએ લોન્ચ કરી 10th જનરેશન Civic

જાપાનની જાણીતી ઓટો કંપની હોન્ડાએ ઇન્ડોનેશિયામાં કાર શો ના દરમિયાન નવી Honda Civic લોન્ચ કરી છે. આ 10th જનરેશન કારની કિંમત આશરે 24 લાખ રૂપિયા છે અને હાલમાં તે ઇન્ડોનેશિયાના બજારમાં ES Trim લેવલ પર વેચાશે.

આ કારનું એક્સટીરિયર ‘રિવોલ્યૂશન સિલહ્યોટ નિયો એડવાન્સ સેડાન’ના કોન્સેપ્ટથી લેવામાં આવ્યો છે. લુક બબાતે આ કારની ડિઝાઇન સ્પોર્ટી લાગે છે.

એક્સટીરિયર
આમાં ફુલ એલઇડી હેડલાઇટ સાથે ફ્રંટમાં ડેટાઇમ રનિંગ લાઇટ આપવામાં આવી છે. તેમજ ફ્રંટ ગ્રીલને ઘણી પ્રિમિયમ બનાવવામાં આવી છે. આ કારમાં એડનિશનલ ફોગ લેપ્સ અને સાઇડ પોઝિશન લેપ્સ પણ આપવામાં આવ્યા છે.

એન્જીન અને ટ્રાન્સમિશન
આ કારમાં અર્થ ડ્રીમ સાથે 1.5 લીટરનું VTEC ટર્બો ટેકનીકલ એન્જીન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આમાં પેડલ શિફ્ટ ઓપરેશનની સાથે સેવન સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ 7 ગિયર વાળી કાર છે.

ખાસ ફીચર્સ Econ અને ECO Assist
ફ્યૂલ એફિશિયન્સી માટે આ ગ્રેડ કારમાં નવું ECON ફીચર આપવામાં આવ્યું છે જે મશીનના ફ્યૂલ ફંક્શનને ઓટોમેટિકલી એડજેસ્ટ કરે છે.

આમાં ECO Assist ફીચર આપવામાં આવ્યું છે જે મશીનના ફ્યૂલ ફંક્શનને ઓટોમેટિકલી એડજેસ્ટ કરે છે. આમાં એલઇડી લાઇટ દ્વારા બતાવવામાં આવશે કે કેવી રીતે ડ્રાઇવિંગ કરવાથી ફ્યૂલના વપરાશમાં ઘટાડો થશે.

કલર ઓપ્શન
આ કારમાં હાલમાં 5 ઓપ્શન આપવામાં આવ્યા છે કોસ્મિક બ્લૂ મેટાલિક, ,ક્રિસ્ટલ, બ્લેક પર્લ, લ્યૂનર સિલ્વર મેટેલિક, વ્હાઇટ ઓર્કિડ પર્લ અને મોડર્ન સ્ટીલ મેટેલિક ઉપલબ્ધ છે.

You might also like