TVS Jupiter આપી રહ્યું છે Honda Activaને સીધી ટક્કર, વેચાણનો આંકડો 25 લાખને પાર…

ભારતમાં સ્કૂટર સેગમેન્ટનું માર્કેટ ઘણુ મોટુ થઇ ગયુ છે. હોન્ડાનું એક્ટિવા હાલમાં વેચાણમાં સૌથી ઉપર જોવા મળી રહ્યું છે. જ્યારે TVSનું Jupiter પણ હવે દોડમાં આગળ આવી ગયું છે. જ્યુપિટરનું વેચાણ માર્કેટ ઘણુ મજબુત છે પરંતુ હજુ પણ તે વેચાણ મામલે એક્ટિવાથી ઘણુ પાછળ છે, પરંતુ Jupiterના નામ પર એક નવો રેકોર્ડ જોવા મળ્યો છે.

TVS Jupiterએ 2.5 મિલિયન સ્કૂટરના વેચાણનો આંકડો પાર કરી લીધો છે. Jupiterએ આ આકંડો પાર કરવા 5 વર્ષનો સમય લીધો. ઉલ્લેખનીય છે કે TVS કંપનીએ Jupitervs 2013માં લોન્ચ કર્યું હતું. કંપનીના દાવા મુજબ 1 મિલિયન વેચાણનો આંકડો આ સ્કૂટરે ઝડપથી પાર કર્યો છે. માત્ર 30 મહીનામાં જ આ સ્કૂટરની એક મિલિયમ યૂનિટનું વેચાણ થઇ ગયું હતું.

કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટીંગ)ના જણાવ્યા અનુસાર પાંચ વર્ષથી પણ ઓછા સમયમાં TVS Jupiter દ્વારા ‘અપના વાદા જ્યાદા કા ફાયદા’ ની સાથે સૌનું સૌથી વધુ પસંદી બ્રાન્ડ બની ગયું છે. ‘તારો સે ભી કહી ઉપર’ ટાઇટલવાળું નવું એકીકૃત અભિયાનનું કેન્દ્ર પૂર્વમાં જેડી પાવર સર્વેમાં સૌથી ઉપરનું રેટિંગ મેળવ્યું છે.

TVS Jupiterની સૌથી વધુ ડિમાન્ડ શહેરોમાં જોવા મળી છે. જ્યારે હવે ધીરે-ધીરે નાના શહેરોમાં પણ તે લોકોની પસંદ થઇ રહ્યું છે. હાલમાં સ્કૂટર માર્કેટમાં Jupiterનું 47 ટકા યોગદાન છે. આમ જો એક્ટિવાને જો કોઇ સૌથી વધુ ટક્કર આપી રહ્યું હોય તો તે TVSનું જ્યુપિટર છે.

જો કીંમતની વાત કરીએ તો દિલ્હીમાં નવા જ્યુપિટરની એક્સ શો રૂમ કિંમત 49,966 રૂપિયાથી શરૂ થાય છે. જ્યુપિટરમાં 110 cc નું એન્જિન લગાવામાં આવ્યું છે. જે 5.88 Kwની પાવર અને 8 Nmનું ટાર્ક આપે છે. એક લીટરમાં 62 કિમીની એવરેજ આપે છે.

You might also like