હિટ એન્ડ રનઃ બાઈકચાલકનું મોત

અમદાવાદ: બાવળા બગોદરા હાઈ વે પર બનેલી હિટ એન્ડ રન ઘટનામાં એક બાઈકચાલક યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે. બાવળા બગોદરા હાઈ વે પર રૂપાલ પાટિયા નજીક અાવેલી ગોપાલક સ્કૂલ પાસેથી એક બાઈકચાલક યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગેથી પૂરઝડપે અાવેલ એક કારે બાઈકને ટક્કર મારી અડફેટે લેતાં બાઈકચાલક યુવાન જમીન પર પટકાતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી કારચાલક બાવળા તરફ નાસી છૂટ્યો હતો.

અા ઘટનાને પગલે રોડ ઉપર લોકોનાં ટોળે ટોળાં એકત્ર થયાં હતાં. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી સઘન તપાસ શરૂ કરી છે. મરનારનું નામ જાણવા મળ્યું નથી. મરનાર યુવાન રાત્રીના સમયે બગોદરાથી બાવળા તરફ જઈ રહ્યો હતો ત્યારે અા ઘટના બની હતી.

You might also like