અમદાવાદના પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપર હિટ એન્ડ રનઃ યુવકનું મોત

અમદાવાદ: પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપર બાલાજી ગાર્ડન રેસ્ટોરાં પાસે ગત રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં ઇનોવા કારના ચાલકે રસ્તે ચાલતા જતા એક યુવકને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં અાવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

અાનંદનગર પોલીસે અજાણ્યા ઇનોવા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોધપુર ગામમાં રમેશભાઈ સોમાજી ઠાકોર રહે છે. ગઈ કાલે રાત્રે રમેશભાઈના ભાઈ સુરેશભાઈ ઠાકોર (ઉ.વ.૪૫) પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપર બાલાજી ગાર્ડન રેસ્ટોરાં પાસેથી ચાલતાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે એક ઇનોવા કાર અાવી હતી અને સુરેશભાઈને ટક્કર મારી હતી.

ટક્કર વાગતાં સુરેશભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઅો થઈ હતી. સુરેશભાઈને સારવાર અર્થે ૧૦૮માં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

You might also like