ચાંગોદર બ્રિજ પર હિટ એન્ડ રનઃ બે રાહદારીનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: સરખેજ-બાવળા હાઈવે પર ચાંગોદર બ્રિજ પાસે ૨૪ કલાક દરમિયાન હિટ એન્ડ રનની બનેલી બે ઘટનામાં બે યુવાનોનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે.

અા અંગેની વિગત એવી છે કે સરખેજ-બાવળા હાઈવે પર ચાંગોદર બ્રિજ પાસે ચાંગોદર ખાતે રહેતો સંજય મહાદેવ કોડાપી નામનો યુવાન રાત્રીના સમયે રોડ ક્રોસ કરતો હતો તે વખતે પાછળના ભાગેથી પુરઝડપે અાવેલી કોઈ કારે અા યુવાનને અડફેટે લેતા તે રોડ પર ફંગોળાઈ ગયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક બાવળા તરફ નાસી છુટ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અા ઉપરાંત ચાંગોદર બ્રિજ નજીક બે દિવસ અગાઉ રાતે પણ હિટ એન્ડ રનની એક ઘટના બની હતી. ચાંગોદર બ્રિજ નીચે ઊભેલા એક અજાણ્યા યુવાન પર કાર ચઢી જતાં અા યુવાનનું છાતીના ભાગે ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ વાહનચાલક નાસી છુટ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી સઘન તપાસ શરૂ કરી છે. પરંતુ અકસ્માત સર્જેલા વાહન કે વાહનચાલકની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પોલીસે અા અંગે અકસ્માતે મોતનાં ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે અને અા અકસ્માતમા મૃત્યુ પામેલા યુવાનના વાલી-વારસોનો સંપર્ક કરવા પ્રયાસો શરૂ કરાયા છે.

http://sambhaavnews.com/

You might also like