OMG..! એક વખતના ચાર્જિંગથી આ ઇ-સાઇકલ ચાલશે 50 કિમી….

સાઇકલ બનાવતી કંપની હીરો સાઇકલ માર્ચના અંત સુધીમાં આ વર્ષે 20 ઇલેકટ્રિક સાઇકલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ સાઇકલની બેટરી 4 થી 5 કલાકમાં પૂર્ણ રીતે ચાર્જ થઇ જશે.

એક વખત ચાર્જિંગ કર્યા બાદ આ સાઇકલ 50 કિમી સુધી ચાલશે. તેની સ્પીડ લિમિટ 25 કિમી પ્રતિકલાક રહેશે. હીરો ‘લેક્ટ્રો’ બ્રાન્ડ હેઠળ ચાર ઇલેકટ્રિક પેન્ડલવાળી સાઇકલ બનાવા જઇ રહી છે. જેની કિંમત 45 હજાર રૂપિયાથી લઇને 89 હજાર સુધીની છે.

ઉલ્લેખનીય છે કે આ સાઇકલમાં પેડલ ચલાવતા ચલાવતા ચાર્જ કરવાની પણ સુવિધા આપવામાં આવી છે. કંપની હવે લેકટ્રો ઇ-સાઇકલના મોડલનું વિસ્તરણ કરવાની વિચારી રહી છે. જેની હેઠળ 4 થી વધીને 20 મોડલનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

You might also like