OMG! અહીં હોટલ બુકિંગ પર મળે છે 24 કેરેટ ગોલ્ડ આઇપેડ….

આ હોટલનું રેસ્ટોરન્ટ  બહુ ખાસ છે. જમીનથી લગભગ 660 ફૂટ ઉપર આવેલી આ રેસ્ટોરન્ટનુ નામ  અલ મુન્તહા છે. તમે હોટલ બુકિંગ કરતા સમયે કઈ ખાસ વસ્તુઓનું ધ્યાન રાખો છો? સામાન્ય રીતે લોકો હોટલનો દર, લોકેશન, હોટેલની સગવડો અને આરામ જોઈને હોટલ બુક કરે છે. અમે તમને એવી હોટલ અંગે જણાવવા જઇ રહ્યાં છીએ જ્યાં લોકો માત્ર ફરવાની મજા માટે જ આવે છે. આ હોટલની સેવાઓ અંગેની જાણકારીથી આશ્ચર્યચકિત થઇ જશો.

દુબઈની બુર્જ અલ અરબ હોટેલ વિશ્વની સૌથી મોંઘી હોટલમાંની એક છે. આ હોટલમાં આવેલા મહેમાનોને 24-કૅરેટ ગોલ્ડ આઈપેડ આપવામાં આવે છે. આ આઇપેડ પર આઇફોન કંપની સાથે બુર્જ અલ અરબિયન સિમ્બોલ છપાયેલો રહે છે. આ આઈપેડ એટલા માટે આપવામાં આવે છે કે, જેથી હોટલમાં રહેનારા મહેમાનો ખાસ અને શાહી અનુભવ મેળવી શકે.

દુબઇની શાન છે આ હોટલ
અરબી ભાષામાં બુર્જનો અર્થ થાય છે ટાવર, બુર્જ અલ આરબ એટલે અરેબિયાનું ટાવર. આ હોટેલને દુબઇનું ગૌરવ ગણવામાં આવે છે અને વિશ્વના ત્રીજા ક્રમની સૌથી ઉંચી હોટેલ પણ છે. અલ બુર્જ હોટેલ દુબઇ માં નહી પણ દુબઇની બહાર બનાવામાં આવી છે. તે દુબઇથી જોડાયેલા એક નાના ટાપુ પર બનાવવામાં આવી છે. તેની ઉંચાઈ લગભગ 280 મીટર છે દુબઇથી હોટેલ સુધી પહોંચવા માટેનો એક નાનકડો પૂલ છે. જુમેરાહ નામની એક કંપની બુર્જ અલ અરબ હોટેલનું સંચાલન કરી રહી છે.

આ હોટેલની રેસ્ટોરાં ખૂબ જ ખાસ છે. રેસ્ટોરન્ટનું નામ  અલ મુન્તહા છે. જે જમીનથી લગભગ 660 ફૂટ ઊંચું છે. અહીંથી દુબઇનો નજારો જોઇ શકાય છે. અહીં અલ મહેરા નામનું એક રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં તમને એક સબમરીન જેવું લાગે છે. અહીં તમે સમુદ્રની અંદરના દૃશ્ય જોતાંની સાથે ખાવાનો પણ આનંદ માણી શકો છો. આ ઉપરાંત, આ હોટલની ઉપર હેલીપેડ પણ છે.

કેવીરીતે પહોચશો
આ હોટેલ સુધી પહોંચવા માટે સૌ પ્રથમ દુબઇ પહોંચવું પડે છે. દુબઇમાં આવવા માટે મુંબઈથી દિલ્હી સુધી ઘણી ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. દુબઈમાં બુર્જ અલ અરબ પહોંચવા માટે ઘણા સ્થળોથી સરળતાથી પહોંચી શકાય છે.

You might also like