Categories: India

હેપેટાઇટિસ’સી’ની દવા ૯૦ ટકા સુધી સસ્તી થશે

અમદાવાદ : પેટાઇટિસ સીના દર્દીઓ માટે ખુબ સારા સમાચાર છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનને સ્થાનિક કંપનીઓને પોતાની દવાઓના ટ્રાયલ માટેની મંજુરી આપી દીધી છે. સેમ્પલ પાસ થઇ ગયા બાદ કંપનીઓ ક્રોનિક હેપેટાઇટિસ સીનો સામનો કરવા માટે દવાના વેચાણ કરી શકશે.

બ્રાન્ડેડ દવાઓની જેનેરિક વર્ઝનને લોંચ કરવામાં આવ્યા બાદ આ દવાની કિંમત ૯૦ ટકા સુધી ઘટી જશે. આવનાર સપ્તાહમાં હેપેટાઇટિસ સીના દર્દીઓને બ્રાન્ડેડ દવાઓની મોંઘી ખરીદીમાંથી રાહત મળી શકશે. હેપેટાઇટિસ સીથી મુક્તિ મેળવવા માટે થનાર ઇન્ટરફેરોન ફ્રી ટ્રિટમેન્ટની સારવાર અમેરિકામાં ૯૦૦૦૦ ડોલરમાં થાય છે પરંતુ ભારતના લોકો માટે દવાની કિંમત ઓછી હોવાના પરિણામ સ્વરુપે આ સુવિધા ૧૦૦૦ ડોલર એટલે કે ૬૭૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થઇ શકશે.

આ જીવલેણ બિમારીથી ગ્રસ્ત થયેલા લોકોને હાલમાં હેપેટાઇટિસ સીની દવાની આયાત મોંઘી કિંમતે કરવાની ફરજ પડે છે. ભારતમાં હેપેટાઇટિસ સીથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૧.૨૦ કરોડથી પણ વધારે છે. આવી સ્થિતિમાં ૯૦ ટકા સુધી દવા સસ્તી થવાની સ્થિતિમાં લોકોને ખુબ મોટી રાહત મળી શકે છે.

દવાઓ ખુબ મોંઘી હોવાથી હાલમાં દર્દીઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હેપ-સીની દવાઓ ટૂંક સમયમાં ૯૦ ટકા સુધી સસ્તી થઇ જશે તેવા અહેવાલથી દર્દી અને તેમના સગાસંબંધીઓને ચોક્કસપણે રાહત થઇ છે. કારણ કે સ્થાનિક કંપનીઓને પોતાની દવાઓની ટ્રાયલ કરવા માટેની મંજુરી વિધિવતરીતે આપી દેવામાં આવી છે.

Navin Sharma

Recent Posts

શહેરનાં 2236 મકાન પર કાયમી ‘હેરિટેજ પ્લેટ’ લાગશેઃ ડિઝાઇન તૈયાર

અમદાવાદ: મુંબઇ, દિલ્હી જેવાં દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌રીટેજ સિટી જાહેર કરાયું છે…

11 mins ago

તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં…

18 mins ago

Stock Market : ત્રણ દિવસમાં રોકાણકારોના રૂ. 3.62 લાખ કરોડ ડૂબ્યા

નવી દિલ્હી: આ સપ્તાહની શરૂઆતથી જ ત્રણ દિવસ સુધી શેરબજાર સતત રેડ ઝોનમાં જોવા મળ્યું છે. ગઇ કાલે પણ સેન્સેક્સ…

22 mins ago

ખારીકટ કેનાલમાં CCTV કેમેરા લગાવ્યા પણ જુએ છે કોણ?

અમદાવાદ: ગત તા. ૧ મેથી તા. ૩૧ મે સુધી શહેરમાં રાજ્ય સરકારના સુજલામ સૂફલામ જળ અ‌િભયાન ૨૦૧૮ હેઠળ તળાવોને ઊંડા…

28 mins ago

LG હોસ્પિટલમાં જાવ તો મોબાઈલ ફોનનું ધ્યાન રાખજો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં ગંદકી જેવી સમસ્યા તો દર્દીઓને પરેશાન કરે છે પરંતુ હવે તો મોબાઇલ ચોરનો ઉપદ્રવ…

30 mins ago

શહેરમાં બેફામ વાહનચાલકોએ એક વર્ષમાં 142નો લીધો ભોગ

અમદાવાદ: જાહેર રસ્તાઓ પર ફૂલસ્પીડે વાહન ચલાવતા વાહનચાલકોએ છેલ્લા એક વર્ષમાં જ ૧૪ર લોકોનો ભોગ લીધો છે. જયારે ૪૩ લોકો…

32 mins ago