નવો નિયમઃ 1.2 કિલોથી વધારે વજનની હેલ્મેટ નહીં પહેરવી પડે

નવી દિલ્હી: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) તાજેતરમાં ભારત માટે નવા સ્ટાન્ડર્ડ નિયમોવાળી હેલ્મેટ લાવવાની જાહેરાત કરી છે. આ નિયમોથી ભારતમાં વેચાનારી હેલ્મેટની કવોલિટીમાં સુધારો લાવી શકાશે. સાથે રસ્તા પર વેચાતી લોકલ કવોલિટીની હેલ્મેટ પર પ્રતિબંધ મુકાશે.

ભારતમાં આ નિયમ ૧પ જાન્યુઆરી ર૦૧૯થી લાગુ કરાશે. ત્યાર બાદ ભારતમાં હેલ્મેટ બનાવનારી કંપનીઓએ આ સ્ટાન્ડર્ડ પર હેલ્મેટનું મેન્યુફેકચરિંગ કરવું પડશે. નવા નિયમો અનુસાર હેલ્મેટનું વજન ૧.ર કિલો હશે. જે અત્યાર સુધી ૧.પ કિલો હતું. ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એવી પણ જાહેરાત કરી છે કે હવે નોન આઇએસઆઇ સ્ટાન્ડર્ડવાળાં હેલ્મેટ વેચવાં તે ગુનો ગણાશે.

આ નિયમનું પાલન નહીં કરનાર વ્યકિત પર ભારે દંડ લગાવવામાં આવશે. આ નિયમ લાગુ થયા બાદ ભારતીયોએ નવા બીઆઇએસ સ્ટાન્ડર્ડ પર ખરી ઊતરે તેવી હેલ્મેટ યુઝ કરવી પડશે. લોકો માત્ર આઇએસઆઇ માર્કવાળી હેલ્મેટ પહેરીને ચલાવી નહીં શકે.

નવી ગાઇડલાઇનને ભારતના ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા જારી કરાઇ છે. જે હેઠળ મોટર સાઇકલ હેલ્મેટની કવોલિટીનો ટેસ્ટ કરવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યાં છે અથવા નવું સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નવા નિયમો મુજબ હેલ્મેટને અલગ અલગ તાપમાનમાં પણ ટેસ્ટ કરવામાં આવ્યુું છે.

સાથે સાથે ઘર્ષણ સહેવાની ક્ષમતાને પરખવા માટે પણ કેટલાક ટેસ્ટ જોડવામાં આવ્યા છે જેથી એ બાબતની જાણકારી લગાવી શકાય કે હેલ્મેટ અકસ્માત સમયે કેટલું ઘર્ષણ સહન કરી શકે છે.

આઇએસઆઇ હેલ્મેટ એસોસીએશનના અધ્યક્ષ રાજીવ કપૂરે કહ્યું કે સરકારનાં આ પગલાંથી રસ્તા પર થતા અકસ્માતો તો ઘટશે સાથે સાથે રસ્તા પર વેચાતી લોકલ કવોલિટીની નકલી હેલ્મેટ પણ બંધ થશે. ભારતના લોકો હેલ્મેટના ઉપયોગને સમજતા નથી અને પોતાના જીવ સાથે રમત રમે છે. લોકો પૈસા બચાવવા માટે અને ઔપચારિકતા નિભાવવા માટે સસ્તી હેલ્મેટ ખરીદી લે છે.

divyesh

Recent Posts

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

5 mins ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

6 mins ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

16 mins ago

શિવમ, સોનારિયા આવાસ યોજનાના રિડેવલપમેન્ટ માટે રૂપિયા 145.28 કરોડના ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના…

21 mins ago

અમરાઇવાડીમાં રાતે ઘરમાં ઘૂસીને યુવકની દોરીથી ગળાફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા…

25 mins ago

બોલિવૂડમાં નિષ્ફળ જાવ તો ખૂબ જૂતાં પડે છેઃ અર્જુન રામપાલ

છેલ્લાં પાંચ વર્ષમાં 'રોય', 'રોકઓન-૨', 'કહાની-૨' અને 'ડેડી' જેવી નિષ્ફળ ફિલ્મો કરી ચૂકેલ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ કહે છે કે…

42 mins ago