મુંબઇમાં હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત, 4 મૃતદેહ મળ્યાં

0 4

મુંબઇમાં ગુમ થયેલ હેલિકોપ્ટરનો દરિયામાંથી કાટમાળ મળી આવ્યો છે. હેલિકોપ્ટરમાં ઓએનજીસીના 7 કર્મચારીઓ સવાર હતા. અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યાં છે. હાલમાં રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે. દરિયાઇ ક્ષેત્ર 30 નોટિકલ માઇલતી સંપર્ક તૂટ્યો હતો. દરિયામાંથી કાટમાળ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોસ્ટગાર્ડ દ્વારા એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.

ઓએનજીસીના આ હેલિકોપ્ટરે સવારે 10.20 કલાકે જૂહૂ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને ત્યારબાદ હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. એર ટ્રાફિક કંન્ટ્રોલથી હેલિકોપ્ટરનો સંપર્ક અંતિમ 10.35 કલાકે થયો હતો.

મુંબઇના દરિયા ક્ષેત્રથી હેલિકોપ્ટર ગુમ થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ હેલિકોપ્ટરમાં ઓનએનજીસીના સાત કર્મચારીઓ સવાર હતા. મુંબઇ ખાતે દરિયાઇ ક્ષેત્રથી હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી જતાં આ હેલિકોપ્ટરમાં ઓએનજીસીના સાત કર્મચારીઓ સવાર હતા. હાલમાં આ હેલિકોપ્ટર સાથે સંપર્ક કરવાની કોશિષ કરવામાં આવી રહી છે.

મળતાં અહેવાલ મુજબ જૂહૂ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ઓએનજીસીના કર્મચારીઓને લઇ જઇ રહેલું પવન હંસ હેલિકોપ્ટર સંપર્કવિહોણું બની ગયું છે.

loading...

Leave A Reply

Your email address will not be published.