VIDEO: અમદાવાદમાં શિવરંજની બ્રિજ તૂટ્યો હોવાની અફવા વાઇરલ, જાણો શું છે હકીકત?

અમદાવાદઃ આજનાં દિવસે એક અફવાનાં મેસેજે ભારે જોર પકડ્યું છે. અમદાવાદનાં શિવરંજની ખાતે આવેલ બ્રિજ તૂટ્યો હોવાની અફવા લોકો માટે ભારે ચર્ચાસ્પદ વિષય બની ગયેલ છે. જોતજોતામાં લાંબી વાહનોની કતાર લાગી ગઇ હતી. લોકો રોંગ સાઇડમાં પુલથી સહેજ સાઇડમાં ઊભા રહ્યાં હતાં.

આ અફવા લોકોમાં ફેલાવાની સાથે જ લોકોની 3 કિ.મી સુધી લાંબી વાહનોની કતાર લાગી ગઇ હતી. શિવરંજની સર્કલથી કેશવબાગ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. તેમજ ભીડને દૂર કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાં જ લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાઇ ગયો હતો. તેમજ તેને લઇ ભારે ટ્રાફિક જામ પણ શિવરંજની નજીક થઇ ગયો હતો. પરંતુ જ્યારે પોલીસ દ્વારા અને લોકો દ્વારા જ્યારે આ ઘટના વિશે એવો ખ્યાલ આવ્યો કે આ માત્ર અફવા જ છે ત્યારે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

You might also like