દિલ્હી-NCRમાં ધોધમાર વરસાદ, આ રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યું હાઇ એલર્ટ

ન્યૂ દિલ્હીઃ દિલ્હી-NCRમાં આજ સવારથી જ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ ભારે વરસાદને લઇને અનેક વિસ્તારોમાં ચારે બાજુ પાણી ભરાઇ ગયેલ છે. જેનાંથી લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીનાં ગ્રેટર કૈલાશ, આરકેપુરમ, હોજખાસ વિસ્તારમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિભાગ તરફથી રજૂ કરાયેલ હવામાન પૂર્વાનુમાન અનુસાર પૂર્વોત્તર રાજ્યો અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા તેમજ ઉત્તરી રાજ્યો ઉત્તરાખંડનાં કેટલાંક વિસ્તારોમાં આજે મૂશળધાર વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

આ સિવાય અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમનાં ઉપ હિમાલયી ક્ષેત્રો, ઓરિસ્સા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગોવા અને છત્તીસગઢમાં કેટલીક જગ્યાઓ પર આગામી 24 કલાકોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

1 hour ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

2 hours ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

2 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

3 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

4 hours ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

5 hours ago