દિલ્હી-UP સહિત 16 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી: ઉત્તરાખંડમાં એલર્ટ જારી

નવી દિલ્હી: રાજધાની નવી દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ સહિત દેશનાં ૧૬ રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહાર સહિતનાં ૧૬ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ, હરિયાણા. ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના મોટા ભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડશે.

કેરળ સહિત દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. દેશનાં ત્રણ મોટાં રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ઓડિશા પાસે ઊભા થયેલા એર સર્ક્યુલેશનથી નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે બંગાળની ખાડીથી ત્રાટકશે. યુપીથી લઈને બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં આ સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

ઉત્તરપ્રદેશના મીરજાપુર, ભદોહી, અલાહાબાદ, કૌશાંબી, કાનપુર, લખનૌ, આગ્રા ઉપરાંત મધ્યપ્રદેશના મંદસૌર, ધાર અને દેવાસમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરી દેવામાં આવી છે. આ સિવાય મુઝફ્ફરપુર, પટણા, સિવાન, મધુબની, સીતામઢી, ગયા, હજારીબાગ, રાંચી, દેવધર, દુમકા સહિતનાં શહેરોમાં પણ મુશળધાર વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજસ્થાનના ઝાલાવાડમાં આહુ અને પરવન નદીમાં પૂર આવતાં એક ડઝનથી વધુ ગામનો સંપર્ક તૂટી ગયો છે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે ચંબલ નદીનું જળ સ્તર ઝડપથી વધી રહ્યું છે. નદીમાં પૂર આવવાથી નાગદાનું પ્રખ્યાત ચામુંડા મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડના દહેરાદૂન, હરિદ્વાર, પૌડી, નૈનિતાલ, ઉધમસિંહનગર અને ચંપાવતમાં આગામી બે દિવસ સુધી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આશંકા વચ્ચે સરકારે કાંગડા જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશ જારી કરી દીધા છે.

દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં સાંજ સુધીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે અને સવારથી જ ટ્રાફિક જામનાં દૃશ્ય સર્જાયાં હતાં.

ઉત્તરપ્રદેશના લખમીપુર ખીરીમાં શારદા નદીમાં પણ પૂર આવ્યું છે. ધોરહરામાં અનેક રસ્તા તૂટી જતાં મોટા ભાગનાં ગામનો સંપર્ક તૂટી ગયો છે. ઈટાવા જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદથી જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયાં છે અને અનેક લોકો ફસાઈ ગયા છે.

divyesh

Recent Posts

ચીકૂ બરફી… આ રીતે બનાવો ઘરે.. બાળકોને પડશે પસંદ

કેટલા લોકો માટે - 5 સામગ્રી : ચીકૂ-5 થી 6, ઘી-2 ટેબલ સ્પૂન, દૂધ- 2 કપ, ખાંડ-4થી 5 ટી સ્પૂન,…

22 mins ago

TVS Star City+ હવે નવા લૂકમાં, જાણો શું છે કિંમત..

આગામી તહેવારને ધ્યાનમાં લઇને TVS કંપની પોતાના પોપ્યૂલર 110cc કમ્પ્યૂટર બાઇક TVS Star City+ ના નવા ડૂઅલ-ટોન વેરિએન્ટને લોન્ચ કરી…

35 mins ago

ભોપાલમાં ભાજપ કાર્યકર્તાઓનો ‘મહાકુંભ’, PM મોદી-અમિત શાહ એક મંચ પર મળશે જોવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહી ભાજપના લાખો કાર્યકર્તાઓને સંબોધિત કરી મધ્યપ્રદેશમાં ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ…

1 hour ago

ટ્રમ્પે સુષ્માને કહ્યું, I Love India, મારા મિત્ર PM મોદીને મારી સલામ કહેજો…

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સંયુક્ત રાષ્ટ્રના એક ઉચ્ચ સ્તરીય કાર્યક્રમ દરમિયા એકબીજાને ખબર અંતર…

1 hour ago

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન…

10 hours ago

IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર…

10 hours ago