અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સલાહ

રાજ્યભરમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. આ તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સમગ્ર ગુજરાતને આંતરતી નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

દરિયામાં સિસ્ટમ સક્રિય થતા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. જ્યારે રાજ્યના તમામ બંદરોને સતર્ક રહેવાના આદેશ આપી દેવાયા છે. આ તરફ સરકારનું વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે. ભારે વરસાદની શક્યતાના પગલે NDRF અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની તમામ બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ તરફ જામનગરમાં જિલ્લામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જામનગરના કાલાવડમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે લાલપુરમાં 2 ઈંચ વરસાદ થયો છે, જામજોપુર અને ધ્રોલમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. રાજુલા જાફરાબાદની તમામ શાળા કોલોજમાં રજા જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા સરકારી સહિત ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

બોટાદમાં ભારે વરસાદના કારણે 2 ગામો સંપર્ક વિહોણા થયા છે. રાણપુર ભાદર નદીમાં પૂર આવતા ગામો સંપર્ક વિહોણા થયા છે. જિલ્લાના નાગનેશ અને દેવળીયા ગામ પણ સંપર્ક વિહોણા થયા છે. ભાદર નદીમાં પાણી આવતા લોકોની અવર-જવર બંધ થઈ છે. ભાર વરસાદના કારણે રસ્તા પર સ્કૂલ બસ પાણીમાં ફસાઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ તરફ રાજકોટમાં પણ મોડી રાત્રે વરસાદે ધમાકેદાર આગમન થયું છે. મોડી રાત્રે ભારે વરસાદ પડતા નાના મહુવા નજીક આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે શહેરના ગોંડલ રોડ પર પણ 2 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયેલા જોવા મળ્યા છે. જ્યારે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

9 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

9 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

9 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

9 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

9 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

9 hours ago