મહારાષ્ટ્રમાં વરસાદ કહેર મચાવશેઃ મુંબઈમાં વરસાદ શરૂઃ પાંચ રાજ્યમાં એલર્ટ

મુંબઇ: મુંબઇમાં આજથી ભારે વરસાદના એલર્ટ વચ્ચે સવારના ૪-૦૦ વાગ્યાથી વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગે મુંબઇ આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદના તમામ રેકોર્ડ તોડી નાખશે એવી આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને તકેદારીનાં પગલાંરૂપે એનડીઆરએસની ત્રણ ટીમ તહેનાત કરવામાં આવી છે. આજે સવારના ૪-૦૦ વાગ્યે વરસાદની જોરદાર શરૂઆત થઇ હતી અને ત્યારબાદ વરસાદની ગતિ ધીમી પડી હતી અને આ લખાઇ રહ્યું છે ત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ છે.

હવામાન વિભાગે ૭ થી ૧૧ જૂન સુધી મુંબઇ સહિત મહારાષ્ટ્ર અને ખાસ કરીને તટીય કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે એટલું જ નહીં, રત્નાગીરી અને સિંધુ દુર્ગ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. મુંબઇમાં પણ ર૪ કલાકમાં વાજતેેગાજતે ચોમાસાનું આગમન થશે તેવી આગાહી કરાઇ છે.

આ ઉપરાંત ૧૦ અને ૧૧ જૂને સુરત અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના પશ્ચિમી સમુદ્ર કિનારે આવેલા ગુજરાત સહિત પાંચ રાજ્ય કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવામાં આ સપ્તાહે થનારા ભારે વરસાદને લઇ અણધાર્યાં ઘોડાપૂર આવવાનું પણ એલર્ટ જાહેર કરાયું છે, જેના કારણે પશ્ચિમી ઘાટથી નીકળતી નદીઓનું જળસ્તર ઘણું વધી શકે છે.

ઉત્તર ભારતમાં પણ મોસમમાં પલટો આવ્યો છે. કોઇ જગ્યાએ ધીમો તો કોઇ જગ્યાએ આંધી અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. કાનપુર સહિત આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારે ગરમી બાદ વરસાદ શરૂ થયો હતો. પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠમાં આંધી બાદ આવેલા વરસાદના કારણે કેટલાંક સ્થળોએ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થઇ ગયા હતા.

રાજસ્થાનમાં પણ મધરાત બાદ આવેલા તોફાન બાદ વરસાદના કારણે ૬ લોકોનાં મોત થયાં હતાં. હનુમાનગઢમાં ૩, ધોલપુરમાં બે અને ભરતપુરમાં એકનું મોત થયું છે. મધ્યપ્રદેશમાં પણ કેટલાંય સ્થળોએ આંધી સાથે જોરદાર વરસાદ ચાલુ છે. ઉત્તરાખંડ અને ઉત્તર કાશીમાં પણ વીજળી પડવાના કારણે રર જેટલાં ઢોરઢાંખરનાં મોત થયાં હતાં.

divyesh

Recent Posts

બિગ બોસ: અનૂપ જલોટા કલાસિક રિયાઝમાં, જસલીન ‘ચલતી હે ક્યા નૌ સે બારાહ’ ગાતા જોવા મળી

બિગબોસમાં પોતાને ભજન સમ્રાટ અનૂપ જલોટાની શિષ્યા તેમજ પાર્ટનર બતાવીને આવેલ જસલીન રિયાઝ કરવાને બદલે મસ્તી કરતી જોવા મળી. શૉના…

20 mins ago

વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ, ભાજપ દ્વારા ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા આદેશ

આજે વિધાનસભાના સત્રના અંતિમ દિવસે સરકાર 6 સરકારી વિધેયક રજૂ કરશે. વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે. સવારે 9.30થી…

1 hour ago

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

10 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

11 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

13 hours ago