Categories: Gujarat

ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર, શ્રદ્ધાળુઓએ કર્યા ઠાકોરજીના દર્શન

ફાગણી પૂનમના પર્વ પર ખેડાના જગ વિખ્યાત ડાકોર રણછોડરાયજી મંદિરે ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું છે. ડાકોરમાં ઠાકોરજીના દર્શન કરવા માટે ગઈકાલથી લાખો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

હજારો શ્રદ્ધાળુઓએ વહેલી સવારે થતી મંગળા આરતીમાં ભાગ લઈને પણ ધન્યતા અનુભવી હતી. ડાકોરમાં વસતા ઠાકોરના દર્શનાર્થે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને પહોંચ્યા હતા. તેમજ વહેલી સવારે ચાર વાગ્યે રણછોડરાયજી મંદિરના દરવાજા ખુલતા જ ભક્તોએ જય રણછોડના નાદનો જયકાર બોલાવ્યો હતો.

જો કે શનિવારે સાંજે જ ચાર લાખથી વધુ ભક્તો ડાકોર પહોંચી ગયા હતા. તેમજ આખી રાત કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. ભક્તોએ રણછોડરાયના ભજનો અને જયઘોષનો નાદ ગજવીને રાત વિતાવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનતાની ધજાઓ લઈને પણ પહોંચ્યા હતા. ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે.

શ્રદ્ધાળુઓ વધારે સંખ્યામાં હોવાથી તેમના વાહનોની પાર્કિંગની સુવિધાઓ કરવામાં આવી છે. એસટી વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ સરળ રીતે ડાકોર પહોંચી શકે અને ડાકોરથી પરત ફરી શકે માટે વિશેષ બસો દોડાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

9 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

9 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

9 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

9 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

9 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

9 hours ago