JOBનો સતત સ્ટ્રેસ રહે તો Heartના ધબકારા થઈ શકે છે અનિયમિત 

કામના સ્થળે થોડોક સ્ટ્રેસ તો રહેવાનો જ એવું આજના દરેક પ્રોફેશનલે સ્વીકારી લીધું છે, જોકે જોબમાં વર્ક પ્રેશર ખૂબ જ વધારે અને સતત રહેતું હોય તો એ તમારા હૃદયના સ્નાયુઓને નબળા પાડે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે પહેલાંથી કામના સ્ટ્રેસને કોરોનરી હાર્ટ ડિસીઝ સાથે સાંકળવામાં આવ્યો છે, જોકે વર્ક સ્ટ્રેસ એ માણસોએ જાતે ઊભું કરેલું ફેક્ટર છે. રક્તવાહિનીઓ અને હૃદયના મસલ્સના સ્વાસ્થ્ય માટે દિવસના અમુક કલાકથી વધુ સમય સ્ટ્રેસમય જીવવાનું હિતાવહ નથી.

જે લોકો કામના સ્થળે સતત તણાયેલા, ચિંતામાં અને ભાર તળે દબાયેલા હોય એ‍વું ફીલ કરતા હોય તેમને હૃદયના ધબકારાની ગતિમાં વધારો થવાનું લક્ષણ જોવા મળે છે.

You might also like