વધારે પાકેલું કેળું ખાવાથી પણ થાય છે અઢળક ફાયદા

પાકું કેળું બધાને ભાવે છે, પરંતુ જ્યારે તે વધારે દિવસ પડ્યું રહે છે ત્યારે તેની છાલ ગાઢ ભૂખરી અથવા કાળી પડતી જાય છે. આવું કેળું સામાન્ય કરતા વધારે પાકી ગયેલું હોય છે.

મોટાભાગના લોકો વિચારે છે, હવે તે ખરાબ થઇ ગયું છે અને તેને કેંફી દેતા હશો પણ વાસ્તવિકતા એ છે કે, આવા કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. જાણો કેવી રીતે…

વધારે પાકેલા કેળામાં એન્ટી ઑક્સિડન્ટ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે, જેના કારણે શરીરના કોષોમાં નુકસાન થતું રોકાય છે અથવા કોષોના નુકસાનના પ્રમાણને ધીમું કરી દે છે. આમ, બિમારીઓનું જોખમ ઓછું થઇ જાય છે અને શરીરની ઇમ્યૂનિટી સિસ્ટમ પણ સુધરે છે.

જ્યારે કેળું પાકવા લાગે છે ત્યારે તેની છાલનો રંગ કાળો થવા લાગે છે છાલ પર કાળા ડાઘ ટ્યૂમર નેક્રોસિસ ફેક્ટર (TNF)નામનો એક પદાર્થ છે, જે કેન્સર અને અસામાન્ય કોષોને ખતમ કરે છે. આનાથી કેન્સરની આશંકા ઘટે છે અને કેન્સરના કોષોને ખતમ કરે છે.

પાકેલું કેળું એન્ટેસિડ તરીકે કામ કરે છે. કેળું પેટની દિવાલોને હાનિકારક એસિડ અને બળતરાથી બચાવે છે. આથી છાતીમાં બળતરા ઓછી થાય છે.

વધારે પાકેલા કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. આનાથી શરીરમાં કોલેસ્ટ્રૉલના સ્તરને ઘટાડે છે. આમાં રહેલું ફાઈબર શરીર માટે સારું હોય છે અને હૃદયરોગના જોખમને ઓછું કરી શકે છે. આયરન અને કૉપરની હાજરીથી શરીરમાં લોહી અને હીમોગ્લોબિનનું સ્તર જળવાઈ રહે છે.

You might also like