Kissથી થાય છે તમારા વજનમાં ઘટાડો અને ઘણું બધું…

કિસ અને સેક્સને લઇને ઘણા પ્રકારના સર્વે થતાં હોય છે. આ સર્વેના રિપોર્ટ અલગ-અલગ સમય પર આવતા રહે છે. લગભગ તમામ રિપોર્ટમાં સેક્સ અને કિસના ફાયદો વિશે વાત કરવામાં આવે છે. પાર્ટનરની સાથે કરવામાં આવેલા સેક્સ દરમિયાન કિસના ઘણા શારિરીક અને માનસિક લાભ થાય છે.

કિસથી બર્ન થાય છે કેલરી:


જાણકારોના અનુસાર, સેક્સના સમય કરવામાં આવેલી 1 કિસથી લગભગ 9 કેલરી બર્ન થાય છે. એક વખતના સેક્સ દરમિયાન 500-1000 કેલરી બર્ન થાય છે જેનાથી શરીરમાં વધારાની ચરબી ઘટવામાં મદદ મળ છે, આ સાથે જ રિપોર્ટ અનુસાર, સેક્સથી એન્ડ્રોફિન હોર્મોનની માત્રા વધે છે, જેનાથી સ્કીન ગ્લોઇંગ બને છે. નિષ્ણાતો અનુસાર, સેક્સના સમયે કરવામાં આવેલી કિસથી લગભગ 9 કેલરી બર્ન થાય છે. આ રીતે 390 વખત કિસ કરવાથ 1.5 કિલો વજન ઘટે છે.

ઘટે છે શરીર:
શરીર ઉતારવા પર કરવામાં આવેલા સર્વે અનુસાર, કિસ તમારી કેલરીને બર્ન કરે છે, જેનાથી શરીર ઘટે છે. કેલરી બર્ન થવાનો સીધો મતલબ એમ છે કે શરીરમાં ફેટ ન બનવું અથવા તો ફેટ ઘટવું. લૂઇસવિલે યૂનિવર્સિટીના પ્રોફેસર બ્રાયંડ સ્ટેમફોર્ડ અનુસારસ જો તમે કિસ કરો છો તો એક મિનિટમાં 2 કેલરી બર્ન થાય છેઅને તમારો મેટાબૉલિઝમ રેટ બમણો થઇ જાય છે, સરખામણીની રીતે જોવામાં આવે તો ટ્રેડ મિલ પર જૉગિંગ દરમિયાન એક મિનિટમાં 11.2 કેલરી બર્ન થાય છે કેટલાક રિપોર્ટમાં એક કિસથી 2-6 કેલરી બર્ન થાય છે.

સ્ટ્રેસમાં થાય છે ઘટાડો:


કિસ સ્ટ્રેસમાં ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે. જાણકારોને અનુસાર, કિસ એવા હોર્મોન બનતા રોકે છે અથવા તો ઘટાડે છે જેનાથી સ્ટ્રેસમાં વધારો થાય છે. કિસિંગથી ફિલ ગુડ હોર્મોન્સ બને છે જે સ્ટ્રેસથી દૂર રાખે છે અને મનને પ્રસન્નિત રાખવામાં મદદ કરે છે.

રક્તસંચાર ઠીક કરવામાં મદદરૂપ:
કિસિંગથી લવ હોર્મોન એટલે કે ઑક્ટોસીટોસિન વધે છે જે શાંત રહેવામાં મદદરૂપ સાબિત થાય છે. કિસના દરમિયાન શરીરમાં અડ્રોનાલિન હોર્મોન બને છે જે હૃદ.ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરીરમાં રક્તસંચાર માટે મદદ કરે છે. કિસ કરવાથી બ્લડ પ્રેશર ઘટે છે અને શરીરમાં રક્ત સંચાર ઠીક કરવામાં મદદ કરે છે.

બે લોકોનું વચ્ચેનું બોન્ડિંગ કરે છે સ્ટ્રોંગ:


કિસ દરમિયાન ઑક્સિટૉસિન નામના હોર્મોન બને છે, જે 2 લોકોની વચ્ચે બોન્ડિંગ મજબૂત બનાવે છે. કિસના દરમિયાન મોઢાંની 30 માંસપેશીઓ એક્ટિવ રહે છે, એટલી માંસપેશીઓ તો બોલતા કે હસતા સમયે પણ એક્ટિવ થતી નથી.

પોઝિટિવ એનર્જીમાં વધારો:
કિસ દરમિયાન શરીરમાં કોર્ટિજોલનો સ્તર ઘટે છે, જેનાથી ચિંતા દૂર થાય છ અને અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કિસ કરવાથી એન્ડોફિન્સ નામના હોર્મોન રિલીઝ થાય છે, જેનાથી એક અલગ પ્રકારની ખુશી મળે છે.

You might also like