HDFC બેન્કના ડેપ્યુટી MD સુકથાંકરનું રાજીનામું

નવી દિલ્હી: ખાનગી સેક્ટરની અગ્રણી બેન્ક એચડીએફસીના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર પરેશ સુકથાંકરે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

સુકથાંકરનું રાજીનામું એ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં ચોંકાવનારું પગલું મનાય છે. તેનું કારણ એ છે કે તેમને બેન્કના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા કે જેઓ ઓક્ટોબર-૨૦૨૦માં નિવૃત્ત થનાર છે.

૫૧ વર્ષના સુકથાંકર એચડીએફસી બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. માર્ચ-૨૦૧૭માં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકમાં તેમને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

સુકથાંકર ૧૯૯૪થી એચડીએફસી બેન્ક સાથે સંકળાયેલા હતા અને તેને દેશની દિગ્ગજ નાણાકીય સંસ્થા તરીકે પ્રસ્થાપિત કરવામાં તેમણે અહમ ભૂમિકા ભજવી હતી. એચડીએફસી બેન્ક સાથે જોડાયા તે પહેલાં સુકથાંકરે સિટી બેન્ક સાથે પણ નવ વર્ષ સુધી કામગીરી બજાવી હતી.

You might also like