લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી હાઇકોર્ટે કરી રદ, 30મી સુધીમાં કરવું પડશે સમર્પણ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. રાંચી હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવની અસ્થાયી જામીન અરજીને નામંજૂર કરી દીધી છે. હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવને 30 ઓગસ્ટ સુધીમાં સમર્પણ કરવા આદેશ કર્યો છે.

આ સુનાવમી જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટમાં ચાલી રહી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સંઘવીએ લાલુ પ્રસાદ યાદવની તરફથી પક્ષ રાખતા જામીનનો સમય હજી પણ વધારવા આગ્રહ કર્યો હતો પરંતુ કોર્ટે તેને નામંજૂર કરી દીધો છે.

આ અગાઉ પણ 17 ઓગસ્ટ કરવામાં આવેલી સુનાવણીમાં હાઇકોર્ટે લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજીને 27 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી હતી. સુનાવણી દરમિયાન આરજેડી સુપ્રીમોના વકીલે કોર્ટને જાણકારી આપી હતી કે લાલુ યાદવ હજુ સંપૂર્ણ સ્વસ્થ થયા નથી.

જેને લઇને લાલુ પ્રસાદ યાદવે હાઇકોર્ટમાં અપીલ કરી હતી તેઓની જામીન અરજી વધુ ત્રણ મહિના વધારવામાં આવે. જો કે કોર્ટે 20થી 27 ઓગસ્ટ વચ્ચે માત્ર સાત દિવસ સુધી જામીન વધારી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવની હાલમાં મુંબઇની એશિયન હાર્ટ ઇન્સ્ટિટયૂટમાં સારવાર ચાલી રહી છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

15 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

15 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

15 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

15 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

15 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

15 hours ago