ફિલ્મ માત્ર બેલેન્સશીટ નથી: હર્શવર્ધન કપૂર

માત્ર બે ફિલ્મ જૂના અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરે કહ્યું કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસા બનાવવા માટે કામ કરતો નથી. તેણે ‘મિર્જિયા’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ‘ભાવેશ જોશી’ ફિલ્મમાં કામ કર્યું. હર્ષ કહે છે કે સામાન્ય કરતાં હટકે હોય તેવી ફિલ્મોમાં કામ કરવું એ મારી પોતાની પસંદગી છે.

જ્યારે મારી કોઇ એક ફિલ્મ ચાલશે ત્યારે લોકો મારી કાબેલિયતને જરૂરથી સમજશે. ઇતિહાસમાં નજર કરીને જોઇ લો જ્યારે કોઇ પણ વ્યક્તિ કંઇક અલગ કામ કરવા ઇચ્છે છે કે પછી કરે છે ત્યારે તેના પર આંગળી જરૂર ઊઠે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો તમારી પહેલી ફિલ્મ નથી ચાલતી તો લોકો તમને શંકાની દૃષ્ટિએ પણ જુએ છે. જ્યારે તમે એક્ટર બનવા ઇચ્છો છો અને લોકોને કહો છો ત્યારે તેઓ તમને પ્રોત્સાહિત જરૂર કરે છે, પરંતુ જ્યારે તમે સખત મહેનતથી બધું કરો છો અને ફિલ્મ ચાલતી નથી ત્યારે એ જ લોકો તમારા કામ પર ડાઉટ કરવાનું શરૂ કરે છે.

હર્ષ કહે છે કે હું લોકોને પૂછું છું કે કોઇ કામ પાછળ જે મારી સખત મહેનત, ગંભીરતા અને ઇમાનદારી છે તેને તમે કેવી રીતે ભૂલી શકો? લોકો માત્ર ફાઇનલ બેલેન્સશીટ જુએ છે. ફિલ્મ માત્ર એક બેલેન્સશીટ નથી. ફિલ્મ એક સાહસ, એક સફર, એક પ્રોસેસ અને એક ક્રિએશન છે. જો તમારા માટે ફિલ્મ માત્ર બિઝનેસ હોય તો તમે કંઇક બીજું કામ કરી શકો છો. ફિલ્મ બનાવવી મારું પેશન અને જવાબદારી છે. જે લોકોને મારી ફિલ્મ પસંદ પડતી નથી તે તેમનું ખુદનું રિફ્લેક્શન છે, તેમાં મારો કશો જ વાંક નથી.

Janki Banjara

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

46 mins ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

1 hour ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

1 hour ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

2 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

2 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

3 hours ago