Fifa World Cup 2018: હેરી કેનને ગોલ્ડન બૂટ, મોડ્રિકને ગોલ્ડન બોલ, એમ્બાપેને યંગેસ્ટ પ્લેયરનો ખિતાબ

મોસ્કોઃ ફિફા વર્લ્ડકપ-ર૦૧૮ની ફાઇનલ મેચ ક્રોએશિયા અને ફ્રાંસ વચ્ચે ગઈ કાલે રમાઈ. એ મેચમાં ફ્રાંસે ક્રોએશિયાને ૪-૨થી હરાવીને ખિતાબ પર બીજી વાર કબજો જમાવ્યો. સમગ્ર વિશ્વકપ દરમિયાન બધાની નજર જ્યારે વિજેતા પર હતી ત્યારે ગોલ્ડન બૂટ, ગોલ્ડન બોલ અને ગોલ્ડન ગ્લોવ્ઝનો ખિતાબ કોને મળશે તેના પર પણ ફૂટબોલ ચાહકોની નજર હતી.

ઉલ્લેખનીય છે કે ૧૯૯૪ના ફિફા વર્લ્ડકપથી ગોલ્ડન ગ્લોવ્ઝનો એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી. પહેલાં આ એવોર્ડ લેવ યાશિન ઓવોર્ડના નામથી અપાતો હતો, પરંતુ ૨૦૧૦ના વર્લ્ડકપથી આનું નામ બદલીને ગોલ્ડન ગ્લોવ્ઝ એવોર્ડ કરી દેવામાં આવ્યું. ૧૯૯૪માં આ એવોર્ડ અમેરિકાના મિચેલ પ્રયૂડહોમને મળ્યો હતો, જ્યારે ફ્રાંસના એમ્બાપેને યંગેસ્ટ પ્લેયરનો ખિતાબ મળ્યો હતો.

ઈંગ્લેન્ડના હેરી કેનને ગોલ્ડન બૂટ
ગોલ્ડન બૂટનો એવોર્ડ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડીને આપવામાં આવે છે. આ દોડમાં ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન અને સ્ટાર ફોરવર્ડ ખેલાડી હેરી કેપ્ટન અને બેલ્જિયમના ફોરવર્ડ ખેલાડી રોમેલુ લૂકાકુ સૌથી આગળ હતા, પરંતુ જીત મળી હેરી કેનને. વિશ્વકપના સૌથી યુવાન કેપ્ટન ૨૪ વર્ષીય હેરી કેને છ મેચમાં એક હેટટ્રિક સહિત છ ગોલ કર્યા, જ્યારે બેલ્જિયમના ૨૫ વર્ષીય લૂકાકુએ પાંચ મેચમાં ચાર ગોલ કરવાની સાથે એક ગોલ કરવામાં મદદ પણ કરી હતી.

ક્રોએશિયાના લૂકા મોડ્રિકને ગોલ્ડન બોલ
ગોલ્ડન બોલનો ખિતાબ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીને મળે છે. આ દોડમાં ક્રોએશિયાનાે કેપ્ટન લૂકા મોડ્રિક, ફ્રાંસનો કાયલિન એમબાપે અને બેલ્જિયમના કેવિન ડિ બ્રૂઇન અને એડેન હેઝાર્ડ સામેલ હતા. આખરે ક્રોએશિયાના લૂકા મોડ્રિકને ગોલ્ડન બોલનો ખિતાબ મળ્યો. ૧૯૯૪ બાદ ક્યારેય પણ વિશ્વ વિજેતા બનનારી ટીમના ખેલાડીને આ એવોર્ડ મળ્યો નથી. ૧૯૯૪માં બ્રાઝિલના રોમારિયોએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.

બેલ્જિયમના થિબોટ કોસ્ટૂઇસને ગોલ્ડન ગ્લોવ્ઝ
વિશ્વકપમાં ગોલકીપરોના શાનદાર પ્રદર્શન માટે ગોલ્ડ ગ્લોવ્ઝનો એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે ગોલ્ડન ગ્લોવ્ઝની રેસમાં બેલ્જિયમના થિબોટ કોસ્ટૂઇસ, ઈંગ્લેન્ડના જોર્ડન પિકફોર્ડ, મેક્સિકોના ગુલેરમો ઓછુઆ, ક્રોએશિયાના ડેનેજિલ સુબાસિચ અને ફ્રાંસના હ્યૂગો લોરિસ હતા. આખરે બેલ્જિયમના થિબોટ કોસ્ટૂઇસે આ ખિતાબ પર કબજો જમાવ્યો હતો.

divyesh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

8 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

9 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

10 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

11 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

11 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

11 hours ago