હાર્દિક પટેલના પોતાના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ, સમર્થકોનો જમાવડો

અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવાં માફીને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે આજે આમરણ ઉપવાસની જાહેરાત કરી છે. જો કે ઉપવાસ અંગેની પોલીસે મંજૂરી આપી નથી. જેથી હાર્દિક પટેલે હવે વૈષ્ણોદેવી ગ્રીનવૂડસ પાસે આવેલા પોતાના છત્રપતિ નિવાસમાં ઉપવાસ કરવા નિર્ણય કર્યો છે.

હાર્દિક પટેલ આજથી આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવા જઈ રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને જ ઉપવાસ પર બેસવાનો છે. મોડી રાતથી જ હાર્દિકના ઘરે મોટી સંખ્યામાં તેના સમર્થકો ઉમટવાનું શરૂ થઈ ગયું છે. હાર્દિકની સાથે ઉપવાસ આંદોલનમાં પાસના કન્વીનરો અને પાટીદાર નેતાઓ પણ જોડાશે.

જોકે સમર્થકોના જમાવડાને જોતા હાર્દિકના ઘરની બહાર પણ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતાં અહેવાલ મુજબ, પોલીસ ગમે ત્યારે હાર્દિક પટેલની અટકાયત પણ કરી શકે છે.

ત્યારે હાર્દિકના આંદોલનમાં ભાગ લેવા માટે આવી રહેલા સમર્થકોની પણ અટકાયત કરવામાં આવી શકે છે. હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈને શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

divyesh

Recent Posts

શેરબજાર પર RBI અને સેબીની ચાંપતી નજર

મુંબઇ: ઘરેલુ શેરબજારમાં શુક્રવારે ભારે ઊથલપાથલને લઇને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને માર્કેટ રેગ્યુલેટર સેબીએ જણાવ્યું છે કે નાણાકીય બજાર…

23 mins ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો યથાવત્, મુંબઈમાં પેટ્રોલે રૂ. 90ની સપાટી વટાવી

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાનો સિલસિલો જારી છે. આજે પેટ્રોલમાં ૧૧ પૈસાનો અને ડીઝલમાં પાંચથી છ પૈસાનો વધારો…

26 mins ago

સેલવાસમાં ક્લાસ વન અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં કલાસ વન અધિકારી જિજ્ઞેશ કા‌છિયાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી…

30 mins ago

પાટણના ધારુસણ ગામનો બનાવ: યુવકની હત્યા કરી લાશ જમીનમાં દાટી દેવાઈ

અમદાવાદ: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે ગુમ થયેલા ર૦ વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતાં…

34 mins ago

ભારતની મોટી સફળતા: ઓડિશામાં ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ

બાલાસોર:  ભારતે રવિવારે મોડી રાતે ઓડિશાના કિનારે ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર દ્વિસ્તરીય બે‌િલસ્ટિક…

38 mins ago

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ: ભારતીય સેનાના હેલિકોપ્ટરથી કુલુમાં ફસાયેલા 19ને બચાવાયા

શિમલા: હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના દોબીમાં ભારે વરસાદ અને પૂરના કારણે ફસાયેલા ૧૯ લોકોને ભીરતીય વાયુસેનાના એક હેલિકોપ્ટરથી બચાવી લેવાયા…

48 mins ago