VIDEO: હાર્દિક પટેલનો યુવતી સાથે અંગત પળો માણતો કથિત વીડિયો વાઇરલ

હાર્દિક પટેલનાં નામે કથિત આપત્તિજનક વીડિયોવાઇરલ થઇ રહ્યો છે. હાલ યુટ્યુબમાં હાર્દિકની કામલીલા નામનો વીડિયોવાઇરલ થઇ રહેલો છે. આજે કોઇ વ્યકિત દ્વારા યુટ્યુબ પર વીડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં હાર્દિક જેવો માણસ મહિલા સાથે દેખાય છે. હાર્દિક જેવો માણસ મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં જોવા મળે છે.

હાર્દિક પટેલનો એક યુવતી સાથે કથિત વીડિયોઆવ્યા બાદ હાર્દિક પટેલે આ અંગે સફાઇ આપતા જણાવ્યું કે,”હવે આગામી ચૂંટણીને લઇ ગંદી રાજનીતિની શરૂઆત થઇ ગઇ છે. ભાજપ આક્ષેપો કરી રહ્યું છે.

આવા વીડિયોબેંગકોકથી તૈયાર કરાયા છે. રાજનીતિમાં કેટલાય લોકોની સેક્સ સિડીઓ બનાવાઇ છે. ભૂતકાળમાં પણ આવી અનેક સેક્સ સિડીઓ વાયરલ થઇ છે. મેં પહેલા પણ કહ્યું હતું કે આવા વીડિયોમારા જરૂરથી બહાર આવશે.

હું હજી પણ કહું છું કે ભવિષ્યમાં પણ આવા વીડિયો સામે આવતા જ રહેશે. કોઇને ફસાવવા એ ભાજપની હંમેશા રાજનીતિ જ રહી છે. આ બધુ જ પ્રિપ્લાનિંગ કરાઈ રહ્યું છે. સત્તામાં બેઠેલા લોકોનાં ઈશારે આ બધું જ થઈ રહ્યું છે.

તેમ છતાં પણ પૂર્ણ જોશથી ભાજપ સામે લડીશું. આ વીડિયો દ્વારા નારી સન્માન સાથે ચેડા થઈ રહ્યા છે. હું દોષી શું કે નહીં તે પ્રજા જ નક્કી કરશે. જો હું ખોટો હોઈશ તો મારી સભામાં પણ લોકો નહીં આવે.

આ માત્ર એક રાજકીય સ્ટન્ટ છે. આ સત્તામાં બેઠેલા લોકોનાં ઇશારે થઇ રહેલું ષડયંત્ર છે. જો કે અમે આ વાઇરલ વીડિયો અંગે કાયદેસરની કાર્યવાહી કરીશું.

You might also like