VIDEO: હાર્દિકને સારવાર માટે સોલાથી ખસેડાયો SGVP હોસ્પિટલ, જાણો કેમ?

અમદાવાદઃ શહેરની SGVP હોસ્પિટલ ખાતે હાર્દિકને લઇ જવામાં આવ્યો છે. એટલે કે હાર્દિકને સારવાર માટે સોલા સિવિલેથી ખસેડીને SGVP ખાતે લઇ જવામાં આવ્યો છે. જેથી મહત્વનું છે કે ઘટનાસ્થળે એટલે કે SGVP ખાતે પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. હોસ્પિટલમાં ભીડ ન થાય તેને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે SGVP હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાની હાર્દિક દ્વારા માંગ કરવામાં આવી હતી. મનોજ પનારાએ સરકારી હોસ્પિટલ પર ભરોસો ન હોવાનું કારણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાર્દિકનાં છેલ્લાં 14 દિવસથી સતત આમરણાંત ઉપવાસ ચાલી રહેલ છે ત્યારે મહત્વનું છે કે હાર્દિનાં મુદ્દાઓ જેવાં કે અનામત અને ખેડૂતોનાં દેવામાફીને લઇ સરકાર દ્વારા કંઇ યોગ્ય નિર્ણય આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તેમજ હાર્દિક છેલ્લાં 14 દિવસથી અન્નને ત્યાગ કર્યો છે અને ઉપવાસ કર્યો હોવાંને કારણોસર તેની તબિયત પણ લથડી ગઇ હતી.

તેમજ આજનાં રોજ ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલે પણ સરકાર અને PAAS વચ્ચે મધ્યસ્થી થઇને હાર્દિકની મુલાકાતે આવ્યાં હતાં જેથી હાર્દિકને આજે પારણાં કરી લેવાની વિનંતી કરી હતી. ત્યારે હાર્દિકની તબિયત એકાએક લથડતાં તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલ છે.

Dhruv Brahmbhatt

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

8 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

8 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

8 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

8 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

9 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

9 hours ago