Video: હાર્દિકે કરી પોકાર, પાટીદારોએ જ નહીં રાજ્યની અઢારે વર્ણે ભાજપ સામે લડવું પડશે

પાસના કન્વીનર હાર્દિક પટેલે ભાજપ સામે બરાબર બાંયો ચઢાવી દીધી છે, તેવું તેના દરેક ભાષણમાં જોવા મળી રહ્યું છે. આજે હાર્દિક પટેલે ભાવનગરમાં સભાને સંબોધી હતી. ભાવનગરના ખેડૂતોને સભા સંબોધતા હાર્દિક પટેલે ભાજપ પર, અમિત શાહ પર અને નરેન્દ્ર મોદી પર વાર કર્યાં હતા.

ભાજપ સામે પ્રહાર કરતાં હાર્દિકે કહ્યું હતું કે, ‘ભાજપને હરાવવી હવે જરૂરી થઈ ગયું છે. જો ભાજપને હરાવવી હશે તો કોંગ્રેસી થવું પડશે.’ એકવાર ફરીથી હાર્દિકે કોંગ્રેસને આડકતરી રીતે ટેકો આપ્યો હતો. જો કે હવે હાર્દિક અનામતના મુદ્દે નહીં બલ્કે ભાજપ વિરોધી પ્રચાર કરી રહ્યો છે. જાણો હાર્દિકે અન્ય કયા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

  • જૂઠ્ઠું બોલવાનું, જોરથી બોલવાનું અને વારંવાર બોલવાનું એ જ ભાજપનો મંત્ર
    ભાજપને હરાવવી હશે તો કોંગ્રેસી થવું પડશેઃ હાર્દિક
    મોદીની સભામાં કોઈ હાજર રહેતું નથી. આ ધંધુકામાં જોઈ લીધું.
    5000 ખુરશીઓ પાથરી હોય એમાંથી 2000 તો ખાલી જ હોય છેઃ હાર્દિક
    કોઈ કોળી સમાજનો દીકરો પોલીસમાં હોય તો બતાવો મનેઃ હાર્દિક
    આ પાટીદારો એકલા ભાજપ સામે લડેતે ન ચાલેઃ હાર્દિક
    પાટીદારો જ નહીં ગુજરાતની અઢારે વર્ણે ભાજપ સામે લડવું પડશેઃ હાર્દિક
    જીતુ વાઘાણી પાર્ટીના નહીં અમિત શાહના માણસ છેઃ હાર્દિક
    આ અમિત શાહના ગુંડાઓ તમને ધમકાવશે કે 18 તારીખ પછી જોઈ લઈશઃ હાર્દિક
    ખેડૂતોની સમસ્યાને કોઈ જાણતું નથીઃ હાર્દિક
    ઘરમાં એસી ના હોય તો ચાલે, પણ ચોખા ન હોય તો ન ચાલેઃ હાર્દિક

You might also like